rashifal-2026

ભારતીય ધ્વજ સંહિતા : રાષ્ટ્રધ્વજ ફરકાવવાનાં નિયમો

Webdunia
ગુરુવાર, 18 જાન્યુઆરી 2024 (09:32 IST)
Flag hosting Rules- રાષ્ટ્રીય ધ્વજ ભારતના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિક છે. આ આપણા રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે. બધાના માર્ગદર્શન અને હિત માટે ભારતીય ધ્વા સંહિતા 2002માં એકસાથે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ધ્વજ સંહિતા - ભારતની જગ્યાએ ભારતીય ધ્વજ સંહિતા - 2002 ના રોજ 26 જાન્યુઆરી 2002થી લાગૂ કરવામાં આવ્યો છે.
 
ધ્વજ ફરકાવવાની યોગ્ય રીત :
- જ્યારે પણ ઝંડો લહેરાવવામાં આવે ત્યારે તેને સન્માનપૂર્ણ સ્થાન આપવામાં આવે. તેને એવા સ્થાન પર લગાવવામાં આવે જ્યાથી તે સ્પષ્ટ રૂપે જોવા મળે
 
- સરકારી ભવન પર ઝંડો રવિવારે અને અન્ય રજાઓને દિવસે પણ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી લહેરાવવામાં આવે છે. વિશેષ પ્રસંગો વખતે તેને રાત્રે પણ ફરકાવી શકાય છે.
 
- ઝંડાને હંમેશા ઉત્સાહપૂર્વક લહેરાવવામાં આવે અને ધીરે ધીરે આદરપૂર્વક ઉતારવામાં આવે. ઝંડો ફરકાવતી વખતે અને ઉતારતી વખતે બ્યુગલ વગાડવામાં આવે છે. તેથી આ વાતનું વિશેષ ધ્યાન રાખવામાં આવે કે ઝંડાને બ્યુગલની સાથે જ લહેરાવવામાં અને ઉતારવામાં આવે.
 
- જ્યારે ઝંડો કોઈ અધિકારીની ગાડી પર લગાવવામાં આવે તો તેને સામેની બાજુ વચ્ચે કે કારની જમણી બાજુ લગાડવામાં આવે.
 
- ફાટેલો કે મેલો ત્રિરંગો ફરકાવવામાં નથી આવતો
 
- ત્રિરંગો ફક્ત રાષ્ટ્રીય શોક સમયે જ અડધો નમેલો રહે છે.
 
- કોઈપણ બીજા ધ્વજને રાષ્ટ્રીય ધ્વજથી ઉપર કે ઊંચો ન લગાવવો જોઈએ કે ન તો તેની બરાબર મુકવો જોઈએ.
 
- ત્રિરંગા પર કંઈ પણ લખેલુ કે છપાયેલુ ન હોવુ જોઈએ.
 
- જ્યારે ધ્વજ ફાટી જાય કે મેલો થઈ જાય તો તેને એકાંતમાં સંપૂર્ણ રીતે નષ્ટ કરવો જોઈએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આમળા vs લીંબુ: કયું વધુ ફાયદાકારક છે, કોનામાં વધુ વિટામિન સી છે, જાણો ફાયદા

Sweet Potato Tikki Recipe- શક્કરિયા ટિક્કી રેસીપી

Kalbeliya dance - કાલબેલિયા નૃત્યની વિશેષતા શું છે?

શિયાળામાં નારંગી ખાવાનો યોગ્ય સમય કયો છે, જાણી લો ખોટા સમયે ખાવાથી થતા નુકશાન વિષે

Amla Candy Recipe: ઘરે આમળાની કેન્ડી કેવી રીતે બનાવવી? રેસીપી ઝડપથી નોંધી લો.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - બીજા લોકો

Year Ender 2025: આ ગુજરાતી ફિલ્મોએ 2025 માં ડંકો વગાડયો, બોલીવુડ જ નહીં પરંતુ દક્ષિણ ભારતીય દિગ્ગજ ફિલ્મોને પણ પાછળ છોડી દીધી

આ સુપરસ્ટારને 71 ની વયમાં મળી સરકારી નોકરી, બોલ્યા મારી માતાનુ સપનુ પુરૂ થઈ ગયુ..

Samantha Ruth Prabhu- નાગા ચૈતન્ય પછી, સામંથા રૂથ પ્રભુએ બીજી વાર રાજ નિદિમોરુ સાથે લગ્ન કર્યા! દિગ્દર્શકની ભૂતપૂર્વ પત્નીએ તેને ટોણો માર્યો

ગુજરાતી જોક્સ - ફક્ત ૫૦૦ રૂપિયા

આગળનો લેખ
Show comments