Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોમનાથ

Webdunia
રવિવાર, 3 જૂન 2007 (09:41 IST)
સૌરાષ્ટ્રે સોમનાથં ચ...

" સૌરાષ્ટ્રે સોમનાથં ચ..."સાક્ષાત શિવ સ્વરુપ ભગવાન સોમેશ્ર્વરનું ભવ્યાતીભવ્ય મંદિર ગુજરાતમાં જૂનાગઢનાં દરિયા કિનારે આવેલું છે.પુરાણકથા અનુસાર સોમ-ચંદ્રદેવે આ મંદિરને સોનાનું, રાવણે ચાંદીનું, કૃષ્‍ણ ભગવાને લાકડાનું અને રાજા ભીમદેવે પથ્થરનું બંધાવ્યું હતું. વર્તમાન સમયનું જે મંદિર છે, તેનું બાંધકામ વર્ષ 1950માં શરુ થયું હતું.

સોમનાથ મંદિરનું બાંધકામ ધ્યાનાર્ષક છે. શિખર પરનાં કુંભનું વજન જ 10ટન જેટલું થાય છે. ઐતિહાસિક દ્રષ્ટિ્એ સોમનાથમંદિર ખૂબ મહત્વનું રહ્યું છે. સમયાંતરે આ મંદિર પર મોહમ્મદ ગઝની સહિત અનેક મુસલમાન શાશકોના આક્રમણ થયા હતાં. અનેક વખત ખંડિત થવા છતાં તેનું પુન:નિર્માણ થતું રહ્યું છે.

ગુજરાત જ્યારે મરાઠાઓના તાબામાં આવ્યું ત્યાર પછી ઇન્દોરની રાણી અહલ્યાબાઇએ જૂના મંદિરની નજીકમાં એક નૂતન મંદિરનું નિર્માણ કરાવ્યું હતું ત્યારથી ત્યાં પૂજા કરાય છે. નિયમીત વેદોક્ત રુદ્રાભિષેક અને વિવિધ પૂજન અર્ચન કરીને પૂજારીગણ ભગવાન સદાશિવની આરાધના કરે છે.

આ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણએ જ્યાં પોતાનો દેહ છોડ્યાનું મનાય છે તે ભાલકા તીર્થ પણ નજીકમાં જ આવેલું છે. ઉપરાંત શ્રી વલ્લભાચાર્યની બેઠક પણ પ્રભાસ પાટણમાં આવેલું છે.

સોમનાથ મંદિર પહોંચવા માટે રાજ્ચ પરીવહન નિગમની બસો તથા ખાનગી બસો ઉપલબ્ધ છે. સૌથી નજીકનું રેલવે સ્ટેશન વેરાવળ 5 કિ.મી. દૂર છે. નજીકનું હવાઇ મથક કેશોદ માં છે,જે મુંબઇ સાથે જોડાયેલું છે.

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments