Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો ગુજરાતમા કોણે અને કેવી રીતે યોગ કર્યાં, આવી છે યોગ દિવસની ઉજવણી

જાણો ગુજરાતમા કોણે અને કેવી રીતે યોગ કર્યાં  આવી છે યોગ દિવસની ઉજવણી
Webdunia
ગુરુવાર, 21 જૂન 2018 (10:33 IST)
આજે વિશ્વભરમાં વર્લ્ડ યોગા ડે ઉજવાયો હતો. જેમાં ગુજરાતમાં લગભગ તમામ શહેરોમાં યોગા ડેની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અમદાવાદ, વડોદરા, અમદાવાદ, સુરત જેવા તમામ શહેરોમાં લોકોએ વહેલી સવારે યોગા કર્યા હતા. ગુજરાતમાં આતંરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પર અમદાવાદની ઊંચામાં ઊંચી બિલ્ડીંગ પર યોગા થયા હતા. 200થી વધુ નામાંકિત વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ ભાગ લીધા હતો. બિલ્ડીંગના 18 અને 19માં ફ્લોર પર યોગનું આયોજન કરાયું હતું વડોદરામાં વિશ્વ યોગ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી.

શાસ્ત્રીય સંગીતના તાલે વિદ્યાર્થીઓએ મલખમ યોગ કર્યા હતા. શહેરની ખાનગી શાળામાં અનોખુ આયોજન કરાયું હતું કચ્છની સરહદ પર તમામ BOP પર તૈનાત BSFના જવાનોએ યોગ કર્યા હતા. સાથે જ ભૂજના ૧૦૮ બટાલિયન ખાતે જવાનોએ યોગ કરી વિશ્વયોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સરહદ સુરક્ષાની સાથોસાથ સિવિલિયન લોકોમાં યોગ વિષે જાગૃતતા આવે તેમાટે કચ્છની તમામ બીઓપી પર જવાનો દ્વારા યોગ કરવામાં આવ્યા હતા વડોદરા M.S.યુનિ.માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસર દ્વારા યોગ કરાયા હતા. અરવલ્લીના મોડાસામાં કે.એન.શાહ શાળા ખાતે બાળકોએ સ્કેટિંગ સાથે યોગા કર્યા હતા. અરવલ્લી જિલ્લામાં પ્રથમ વખત સ્કેટિંગ યોગા કર્યા હતા. પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના પ્રાંગણમાં 2500 જેટલા વિદ્યાર્થીઓએ યોગાસન કર્યા હતા. આ પ્રસંગે ભારતીય વોલીબોલ ટીમના કેપ્ટન ચેતન વાળા પણ જોડાયા હતા. શાહીબાગમાં જેડી નાગરવાલા સ્ટેડિયમમાં પોલીસ દ્વારા કરવામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં પોલીસ કમિશનર એ.કે.સિંઘ હાજર રહ્યા હતા. વડોદરામાં આજવા રોડ પર સામૂહિક યોગાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓએ ભાગ લીધો હતો. રાજકોટ મનપા દ્વારા અલગ-અલગ 5 સ્થળે યોગનું આયોજન કરાયું હતું. રેસકોર્ષના મેદાનમાં મંત્રી જયેશ રાદડિયાએ યોગ કર્યા હતા. અમદાવાદના રિવરફ્રન્ટ પર પહેલીવાર પાણીની વચ્ચે યોગા કરાયા હતા. પાણીની વચ્ચે બોટમાં યોગા કરાયા હતા.  સુરતમાં સ્વામીનારાયણ ગુરુકળના કેમ્પસમાં 1200 વિદ્યાર્થીઓએ દેશના નકશાનો આકાર બનાવીને યોગા કર્યા હતા. ભારતના નકશામાં વિદ્યાર્થીઓએ ભારત યોગ ગુરુ હોવાનો સંદેશ આપ્યો હતો. 1200 વિદ્યાર્થીઓએ 2 દિવસની તાલીમ બાદ દેશનો નકશો બનાવ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - પતિ ઘરેથી ગુમ

ગુજરાતી જોક્સ - એક માણસ લંગડતો આવતો હતો.

ગુજરાતી જોક્સ - પત્નીને ફેંકી દો

ગુજરાતી જોક્સ - નાસા

ગુજરાતી જોક્સ - જોક્સ જ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

રાજાના દરબારમાં ન્યાય

ડાયાબિટીસના દર્દીઓએ સવારે કરે આ બીજનું સેવન, બ્લડ શુગર ઝડપથી થશે કંટ્રોલ, જાણો કેવી રીતે ખાશો?

મહાભારત કાળમાં પહેલીવાર કહેવામાં આવી હતી બિલાડી અને ઉંદરની વાર્તા, જાણો બંને મિત્રો હતા કે દુશ્મન

ભાગ્યશાળી લોકો પાસે જ હોય ​​છે આ 4 વસ્તુઓ

Gujarati Wedding Rituals - લગ્નમાં ચાંદલો માટલી વિધિ

આગળનો લેખ
Show comments