Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના બજેટમાં હોમગાર્ડ કર્મીઓને શું મળ્યું, જાણો સરકાર કઈ નવી યોજનાઓ શરૂ કરશે

Webdunia
શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2024 (15:37 IST)
gujarat budget
ગુજરાત પોલીસ રાજ્યમાં ગુનાખોરીના નિયંત્રણ તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવા અને પોલીસને SMART Police બનાવવાના પ્રયાસોના ભાગરૂપે પોલીસ મહેકમમાં વધારા સાથે આધુનિક વાહનો ખરીદવા અને તાલીમ આપવા ઉપર ભાર મૂકવામાં આવી રહેલ છે. ટ્રાફિક નિયમન અને માર્ગ સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા તથા ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવશે.  
 
ટ્રાફિક પોલીસની ૧૦૦૦ નવી જગ્યાઓ ઉભી કરાશે
શહેરોમાં CCTV કેમેરા લગાડવાની યોજના હેઠળ VISWAS Project માટે ૧૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પોલીસ ખાતાના રહેણાંક/બિન રહેણાંક મકાનોના મજબૂતીકરણ અને તેની ગુણવત્તા ઊંચી લઇ જવા માટે 115કરોડની જોગવાઈ કરાઈ છે. જનરક્ષક વાહન દ્વારા ત્વરિત પોલીસ સહાય પહોંચાડવાની યોજના માટે ૯૪ કરોડની જોગવાઇ.શોધ યોજના અંતર્ગત પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવા તથા નવી જગ્યાઓ ઉભી કરવા માટે ૬૯ કરોડની જોગવાઇ.અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થાપન માટેની સુગમ યોજના અંતર્ગત ટ્રાફિક પોલીસની ૧૦૦૦ નવી જગ્યાઓ ઉભી કરાશે. આ યોજના માટે `૫૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 
 
હોમગાર્ડ માટેની સાધન સામગ્રીની ખરીદી માટે ૩૦ કરોડની જોગવાઇ
આઇ.ટી. સાધન સામગ્રીની ખરીદી માટે ૩૮ કરોડની જોગવાઇ.પોલીસ માટે આધુનિકીકરણ યોજના હેઠળ શસ્ત્રો, સંદેશા વ્યવહારના સાધનો, સિક્યુરિટી-સર્વેલન્સ, તાલીમ અને હોમગાર્ડ માટેની સાધન સામગ્રીની ખરીદી માટે ૩૦ કરોડની જોગવાઇ.SRPF Group-2, અમદાવાદ અને SRPF Group-11, વાવ ખાતે સ્પેશીયલ એકશન ફોર્સ (SAF) વિકસાવવામાં આવશે.આ હેતુસર ૨૫ કરોડની જોગવાઇ. ગ્રામ્ય સુરક્ષા કવચ અંતર્ગત ૨૦૦ આઉટપોસ્ટ અપગ્રેડ કરી PSIને મૂકવામાં આવશે. આઉટપોસ્ટ ખાતે નવી જગ્યાઓ તેમજ માળખાકીય સગવડો માટે ૧૮ કરોડની જોગવાઇ.ઓનલાઇન ફાઇનાન્‍સિયલ ક્રાઇમ અને સાયબર ક્રાઇમ ઉકેલવા TRISHUL યોજના અંતર્ગત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ ખાતે નવી જગ્યાઓ તથા આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવા ૧૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Vaishno Devi- વૈષ્ણોદેવી જતા ભક્તો માટે મહત્વના સમાચાર! હવે આ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે નહીં

IPL 2025 Mega Auction: ભુવનેશ્વર કુમાર IPLમાં અમીર બન્યો, આ નવી ટીમને મળ્યો સપોર્ટ

IPL 2025 Mega Auction: - CSK માં સેમ કરન પરત ફર્યા, આટલા કરોડ રૂપિયા મળ્યા

25 લાખની લાંચ માંગી, કપડાં ઉતાર્યા… સુસાઈડ નોટમાં મહિલા વેપારીએ ડીએસપી પર ગંભીર આક્ષેપો કર્યા

IPL 2025 Mega Auction-બીજા દિવસે 493 ખેલાડીઓ પર બિડિંગ થશે

આગળનો લેખ
Show comments