Dharma Sangrah

વાપીમાં રૂ. પ૦ કરોડના ખર્ચે રેલવે ક્રોસીંગ ફલાય ઓવર નિર્માણ પામશે

Webdunia
મંગળવાર, 16 માર્ચ 2021 (17:16 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના સુરત  મહાનગર અને વાપી તથા ધ્રોળ નગરોમાં માળખાકીય સુવિધા વિકાસ સહિતના રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ લાઇન, રેલવે ફલાય ઓવર તેમજ જનભાગીદારી હેઠળના વિવિધ કામો માટે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રૂ. ૧૬૫.૨૦ કરોડ મંજૂર કર્યા છે.
 
મુખ્યમંત્રીએ આ હેતુસર સુરત મહાનગરપાલિકાને રૂ. ૧૧૪.૬૬ કરોડ ફાળવ્યા છે. સુરત મહાનગરમાં આ રકમમાંથી ખાનગી સોસાયટી જનભાગીદારીના કામો અંતર્ગત સી.સી. રોડ, સ્ટ્રીટ લાઇટ, પાણીની પાઇપલાઇન અને ડ્રેનેજ લાઇનના ૭૭પ કામો હાથ ધરાવાના છે.
 
મુખ્યમંત્રીએ આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશાને વેગ આપતાં વિકાસ કામો માટે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મહાપાલિકા-નગરપાલિકાઓને સીધી જ નાણાં-ગ્રાન્ટ ફાળવણીનો અભિગમ અપનાવ્યો છે.
 
મુખ્યમંત્રીએ નાણાંકીય વર્ષ ર૦ર૦-ર૧માં અત્યાર સુધી કુલ રૂ. ૩૧૨૦ કરોડની રકમ મહાનગરો-નગરોને સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત મહાનગર ઉપરાંત વાપી નગરપાલિકાને જી.આઇ.ડી.સી. જે ટાઇપ રોડ તથા નામધા રોડને જોડતો રેલવે ક્રોસીંગ ફલાય ઓવર બનાવવા માટે રૂ. પ૦ કરોડની ગ્રાન્ટ ફાળવી છે.
 
એટલું જ નહિ, ધ્રોળ નગરપાલિકાને પેવર બ્લોક નાખવાના કામ માટે રૂ. પ૪ લાખ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના આ પારદર્શી અને ત્વરિત નિર્ણાયકતા પૂર્ણ અભિગમને પરિણામે રાજ્યના મહાનગરો-નગરોને વિશ્વકક્ષાના સ્માર્ટ સિટીઝ તરીકે વિકસીત થવાનો માર્ગ વધુ સરળ થયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

Republic Day Recipe: 26 જાન્યુઆરીના રોજ નાસ્તામાં ત્રિરંગી પેનકેક બનાવો; અગાઉથી તૈયારી કરો.

શિયાળાનું સુપરફૂડ છે મૂળા, પણ ખાતા જ થઈ જાય છે ગેસ ? આ રીતે ખાશો તો નહિ થાય બ્લોટિંગની સમસ્યા

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - કેટલો સમય થયો

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

ગુજરાતી જોક્સ - દંડ શા માટે

અંવિકા ગૌર મિલિંદ ચંદવાની સાથે લગ્નના 3 મહિના પછી આપશે ગુડ ન્યુઝ ? બાલિકા વધુ અભિનેત્રી બોલી - એક્સાઈટેડ છુ

ગુજરાતી જોક્સ - પંડિત

આગળનો લેખ
Show comments