Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાહુલ ગાંધીના નિવેદન પર હોબાળો, અમદાવાદમાં VHPએ કોંગ્રેસ કાર્યાલય પર રાહુલ ગાંધીના ફોટા પર કાળો સ્પ્રે માર્યો

Webdunia
મંગળવાર, 2 જુલાઈ 2024 (12:23 IST)
Uproar over Rahul Gandhi's statement
 ગઈકાલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં હિન્દુઓનો મુદ્દો છેડતા સમગ્ર દેશભરમાં ચર્ચાઓ ગરમ થઈ હતી.ગત મોડીરાત્રે અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ધમાલ કરી હતી.રાહુલ ગાંધીના ફોટો પર કાળો સ્પ્રે છાંટીને બેનરો ફાડ્યાં હતાં. કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર મોડી રાત્રે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો રોષ સાથે પહોંચી વિરોધ કર્યો હતો. કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી હતી.રાહુલ ગાંધીએ પોતાના વક્તવ્યમાં હિન્દુ ધર્મને લઈને કેટલીક વાતો કરી હતી. તેમજ અલ્પસંખ્યકોને લઈને પણ કેટલાક મુદ્દાઓને ટાંક્યા હતા.  
VHP in congress office
અમે કાયદેસરની કાર્યવાહી કરીશું
આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું છે કે, હું હાલમાં અંબાજી માતાજી મંદિર મલાવ તળાવ મંદિરે આરતી, પૂજા પતાવી બહાર નીકળ્યો ત્યારે મીડિયાના માધ્યમથી બજરંગ દળના ગુંડાઓના કાયરતાપૂર્ણ હુમલાની ખબર પડી છે. બરાબર નવ વાગ્યે કોંગ્રેસ ઓફિસે હું પહોંચું છું અને આ કહેવાતા નકલી હિન્દુઓને ચેલેન્જ આપું છું કે, રાતના અંધારામાં આ પ્રકારના કાયરતાપૂર્ણ હુમલા કરો છો. આવો હું કોંગ્રેસ ઓફિસ પર ઉપલબ્ધ છું. અમારી પાસે પણ સત્ય અને અહિંસાના હથિયાર છે.ચોકીદારની પત્ની અને સગર્ભા દીકરી પર હુમલો કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રમુખ જોડે અમે આ મામલે ચર્ચા કરી કાયદેસરની કાર્યવાહી કરીશું. 
 
વિશ્વ હિન્દુ પરિષદ સમગ્ર હિન્દુ સમાજનું સંગઠન છે
કોંગ્રેસ કાર્યાલય ખાતે તોફાન અંગે VHPના પ્રદેશ મંત્રી અશોક રાવલે જણાવ્યું છે કે, ગઈકાલે સંસદમાં જે રાહુલ ગાંધી બોલ્યા તે વાતને અમે વખોડી રહ્યા છીએ. વિરોધ પક્ષના લોકોને ખબર નથી કેવા નેતાને વિરોધ પક્ષના નેતા બનાવો જોઈએ. બધા વિશ્વ હિન્દુ પરિષદના લોકો છે. હું બધાને ચેતવણી આપું છું કે, હિન્દુ પર ગમે તેમ ન બોલે વિશ્વ હિન્દુ પરિષદ એ સમગ્ર હિન્દુ સમાજનું એક સંગઠન છે. અમે કોઈ મોટો વિસ્ફોટ નથી કર્યો. અમે ખાલી પરચો આપ્યો છે. જરૂર પડશે તો આગામી સમયમાં મોટો વિસ્ફોટ પણ કરી શકીએ છીએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AAm AAdmi Party- કેજરીવાલે દિલ્હીની તમામ 70 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા બાદ કહ્યું હતું કે ભાજપ પાસે ન તો સીએમ ચહેરો છે કે ન કોઈ ટીમ.

મુંબઈમાં બેસ્ટ બસ સાથે બીજો અકસ્માત, બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મોત

મુંબઈના વરલીમાં પૂનમ ચેમ્બર બિલ્ડિંગમાં આગ લાગી, 5 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે હાજર

"જો સરકાર બનશે તો અમે મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપીશું", તેજસ્વી યાદવે કરી મોટી જાહેરાત

19 દિવસથી ભૂખ હડતાળ પર ઉતરેલા ખેડૂત નેતાએ કેન્દ્ર સરકારને આપી ચેતવણી

આગળનો લેખ
Show comments