Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યમાં કમોસમી વરસાદ, શિયાળું પાકને નુકસાન, ખેડૂતોમાં કહીં ખુશી કહીં ગમનો માહોલ

Webdunia
સોમવાર, 30 જાન્યુઆરી 2023 (10:27 IST)
છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી ગુજરાતમાં પડી રહેલી કડકડતી ઠંડી વચ્ચે હવામાનમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ થયો છે. જેમાં શહેરના અનેક વિસ્તારોમાં વાદળોના ગડગડાટ બાદ  વરસાદ શરૂ થયો હતો. 
 
જિલ્લામાં રવિવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી વાદળછાયું વાતાવરણ છે. અમુક જગ્યાએ ઝરમર ઝરમર તો અમુક જગ્યાએ હળવો વરસાદ પડ્યો હતો. જ્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ રાધનપુરમાં સવા 1 ઇંચ અને અમીરગઢમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે પોશીનામાં પોણા 1 ઇંચ સહિત 38 તાલુકામાં નોંધણીલાયક વરસાદ વરસ્યો હતો.
 
આ સિઝનમાં પ્રથમ વખત તહેવારની શરૂઆત થઈ છે. જેના કારણે પાકને ફાયદો થશે.  થોડા દિવસો અગાઉ તાપમાન ઘટવાથી પાક પર બરફ પડ્યો હતો. જેના કારણે સરસવના પાકને ઘણું નુકસાન થયું છે. તો બીજી તરફ નિષ્ણાતો કહે છે કે વરસાદથી પાકમાં રોશન આવશે. ખાસ કરીને સરસવ, જવ અને ચણાના પાકમાં ઘણો ફાયદો થઈ શકે છે. હકીકતમાં, વરસાદ દ્વારા પાણી ફરી ભરાશે, જ્યારે વરસાદના પાણીમાં વધુ પોષક તત્વો હોય છે. આ કારણે ઉપજ વધે છે. 
 
માવઠાથી માણાવદર શહેરમાં જીનીંગ મિલોના કમ્પાઉન્ડમાં રહેલો કપાસ પલળી ગયો હતો. પંથકમાં પણ માવઠું પડતા કપાસને પણ નુકસાન પહોંચ્યું હતું. તો બીજી તરફ વલસાડમાં ધરમપુરના કેટલાક ગામોમાં થયેલા કમોસમી વરસાદથી કેરીના પાકને નુકશાન થવાની સંભાવના ઉભી થઇ છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના શિયાળુ પાકને ભારે નુકસાની આવી છે. ઘઉ, જીરૂ, જેવા પાકોમાં ભારે નુકસાની વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે.
 
હવામાન વિભાગની આગાહી મુજબ સામાન્ય રીતે ઉત્તરાયણના વરસાદ પછી ઠંડીની તીવ્રતા ઘટી જાય છે. ડબલ સિઝન શરૂ થાય છે. પરંતુ, આ વખતે ઉત્તરાયણ બાદ ઠંડીનો પારો સતત નીચે જતા છેલ્લા એક સપ્તાહથી ઠંડી પડી રહી છે. દરમિયાન હવામાન વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. પરિણામે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. 
 
આગામી દિવસોમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં હવામાન સામાન્ય રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ દરમિયાન તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Video: ઓસ્ટ્રેલિયાની રાજધાની કૈનબરા પહોચી ભારતીય ક્રિકેટ ટીમ, પ્રધાનમંત્રી એંથોની અલ્બાનીજ સાથે કરી મુલાકાત

Blast in Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં પીવીઆર થિયેટર પાસે બ્લાસ્ટ

ISKCON Ban in Bangladesh - બાંગ્લાદેશમાં ઈસ્કૉન મંદિર કેમ ટારગેટ પર છે ? ત્યા તેના કેટલા મંદિર અને સંપત્તિઓ

Death Threat to PM Modi: પીએમ મોદીને મળી જાનથી મારવાની ધમકી, પોલીસને ફોન પર કહ્યુ - પ્લાન તૈયાર થઈ ચુક્યો છે, બસ...

Mumbai news- વોટ્સએપ પર બ્લોક થતાં પાયલટની ગર્લફ્રેન્ડે કરી આત્મહત્યા, બોયફ્રેન્ડની ધરપકડ

આગળનો લેખ
Show comments