rashifal-2026

ગુજરાતમાં દુકાનો-હોટલો-રેસ્ટોરન્ટ્સને રાત્રે કેટલા વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મળી છૂટ ?

Webdunia
મંગળવાર, 30 જૂન 2020 (15:10 IST)
નરેન્દ્ર મોદી સરકારે લોકડાઉન હટાવવા અંગે મહત્વની જાહેરાત કરી છે અને સોમવારથી જ દેશભરમાં અનલોકનો બીજો તબક્કો શરૂ થઇ ગયો છે. કેન્દ્ર સરકારે આ માટે વિશેષ ગાઇડલાઇન બહાર પાડી છે ત્યારે ગુજરાત સરકારે પણ અનલોક-2 દરમિયાન રાજ્યમાં કેટલીક મોટી છૂટછાટો જાહેર કરી છે. મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ અનલૉક 2 અંતર્ગત આવતી કાલ 1 જુલાઈ અને બુધવારથી ગુજરાતમાં દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે તેવો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે. મુખ્ય મંત્રીએ એમ પણ જણાવ્યું છે કે, ભારત સરકારના દિશા નિર્દેશો અનુસાર સમગ્ર રાજ્યમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુનો અમલ કરવાનો રહેશે. કેન્દ્ર સરકારે તારીખ 1 જુલાઈથી અનલૉક 2 અંતગર્ત જે નવા દિશા નિર્દેશો આપેલા છે તેને પગલે મુખ્યમંત્રીએ ગુજરાતમાં દુકાનો અને હોટલ રેસ્ટોરન્ટ માટે આ બે મહત્વપૂર્ણ કર્યા છે. આ ઉપરાંત એક દુકાને પાંચથી વધુ લોકોને ઉભા રહેવાની છૂટ આપવામાં આવી છે પણ માસ્ક પહેરવા સહિતના નિયમોનું પણ પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત 31 જુલાઇ સુધી સ્કૂલ-કોલેજોને બંધ રાખવામાં આવશે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gujarati Recipe- મેથીના ગોટા

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

Quick recipe- હાઉસ પાર્ટીમાં મીની સેન્ડવીચ Mini Sandwich Snacks

છાતીમાં જમા થઈ ગયો છે કફ, તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય અપનાવી જુઓ

World Braille Day 2026- બ્રેઇલ લિપિ એટલે શું, વિશ્વમાં દૃષ્ટિહીન લોકો માટે ખૂબ જ ખાસ છે

વધુ જુઓ..

નવીનતમ

નાગિન અભીનેત્રી સુધા ચંદ્રનનો વિડીયો વાયરલ, ભજન સંઘ્યામાં ગુમાવી બેઠી સુધ-બુધ, હાલત જોઈને હેરાન રહી ગયા લોકો

ગુજરાતી જોક્સ -પ્રેમના બંને પ્રતીકો

ગુજરાતી જોક્સ -છોકરીને મળવા ગયો

આજના રમુજી જોક્સ: પત્નીના મૃત્યુ પછી, પતિએ રડતા રડતા કંઈક કહ્યું, તે વાંચીને તમે ખૂબ હસશો.

આગળનો લેખ
Show comments