Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમિત શાહ ગુજરાતના પ્રવાસે, વૈષ્ણવદેવી ફ્લાયઓવરનું ઉદઘાટન કર્યા બાદ વરદાયિની માતાના કર્યા દર્શન

અમિત શાહની ગુજરાત
Webdunia
સોમવાર, 21 જૂન 2021 (12:03 IST)
ભારતીય જનતા પાર્ટીના નેતા અને દેશના કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેટલાક કાર્યક્રમોમાં ભાગ લેવા અને કેટલાક વિકાસ કાર્યોનું ઉદઘાટન કરવા માટે આજે અમદાવાદની મુલાકાતે છે. ત્યારે આજે સવારે તેમણે બોડકદેવ વેક્સીનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. અને લોકો વેક્સીન લેવા માટે પણ અપીલ કરી હતી.
 
અમિત શાહએ કહ્યું કે 'પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે કોરોના વિરૂદ્ધ લડાઇના એક નવા તબક્કાની શરૂઆત થઇ રહી છે. પીએમ મોદી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો કે 21 જૂનથી 18 વર્ષ અથવા તેની વધુની ઉંમરના લોકોને કેંદ્ર સરકાર દ્વારા મફતમાં રસી લગાવવામાં આવશે. તેના હેઠળ રસીકરણની પ્રક્રિયા ઝડપી કરવામાં આવશે. 
 
કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ લોકોને વેક્સીન લગાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે 'કોરોના વિરૂદ્ધ વેક્સીન મોટું હથિયાર છે અને લોકો તેના માટે આગળ આવવા જોઇએ. આ સાથે જ જેમણે પહેલો ડોઝ લીધો છે તે જલદી જ બીજો ડોઝ લઇ લે. 
 

ત્યારબાદ તેમણે વૈષણદેવી ફ્લાયઓવરનું ઉદઘાટન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં આજે અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર અંદાજે ₹.80 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા ત્રણ ઓવર બ્રિજ 1. વૈષ્ણોદેવી ફ્લાયઓવર બ્રિજ, 2. ખોડીયાર કન્ટેનર યાર્ડ ફ્લાયઓવર બ્રિજ અને 3.છત્રાલ- પાનસર રોડ ખાતે રેલવે ઓવર બ્રિજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
 
આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર કિરીટ સોલંકી, સાંસદ નરહરી અમીન, સહિત ધારાસભ્યઓ, SGVPના સંતો સહિત હોદ્દેદારો, મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 
ત્યાર તેમણે રૂપાલના વેક્સીનનેશન સેન્ટરની મુલાકાત લઇ નિરિક્ષણ કર્યું હતું. આ મુલાકાત તેમણે રૂપાલ ખાતે આવેલા વરદાયિની માતાના મંદિરે દર્શન કરી આર્શિવાદ પ્રાપ્ત કર્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Vikat Sankashti Chaturthi 2025 - સંકષ્ટી ચતુર્થીની શુભેચ્છા

Easy Summer Drink Recipe: સ્વાદિષ્ટ કેરીનો સાગો કૂલર તમને ગરમીથી બચાવશે, ઝડપથી રેસીપી તૈયાર કરો

Mithun Rashi name- મિથુન રાશિ (ક, છ, ઘ) પરથી બાળકોના નામ

ગ્લોઈંગ સ્કિન માટે ચોખાનું પાણી અથવા એલોવેરા, જાણો જે આપશે સારું પરિણામ

Dal Masala Recipe- આ રીતે ઘરે જ તૈયાર કરો દાળ મસાલો, હોટેલ જેવો જ સ્વાદ આવશે

વધુ જુઓ..

નવીનતમ

લગ્નના આઠ વર્ષ પછી પિતા બન્યા ઝહીર ખાન, પત્ની સાગરિકાએ આપ્યો પુત્રને જન્મ, નામ મુક્યુ ફત્તેહસિંહ ખાન

ગજરાતી જોક્સ - પૂજારી

ગુજરાતી જોક્સ - દારૂડિયો

સલમાન ખાનને ધમકી આપનારો ગુજરાતમાં જોવા મળ્યો, નીકળ્યો માનસિક રોગી

ગુજરાતી જોક્સ - ચા બનાવો

આગળનો લેખ
Show comments