Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉનાકાંડના ઘટનાસ્થળે ભવ્ય બૌદ્ધ મંદિર બનાવવાની પીડિતોની ઝુંબેશ

Webdunia
મંગળવાર, 1 મે 2018 (12:33 IST)
એકાદ વર્ષ અગાઉ  ચર્ચાનો વિષય બનેલા ઉનાકાંડના પીડિતોએ હિન્દુ ધર્મ ત્યજીને બૌદ્ધ ધર્મ અપાવ્યો છે. ધર્મ પરિવર્તન કર્યા પછી આ પીડિતો જે સ્થળે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યાં ભગવાન બુદ્ધની પ્રતિમા સ્થાપવા માટેનું અભિયાન ચલાવશે.  પિડિતોના જણાવ્યા અનુસાર તે ગુજરાતભરમાં એટ્રોસિટીનો ભોગ બનેલા પીડિતોની મદદ માંગશે અને તે ઘટનાસ્થળે પ્રતિમા સ્થાપિત કરશે, જેથી લોકોને તે સ્થળનો ઈતિહાસ યાદ રહે.  રવિવારે  મોટા સમઢિયાળ ગામમાં સરવૈયા અને અન્ય 45 સભ્યોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.

સરવૈયાએ જણાવ્યું કે, ભગવાન બુદ્ધની પ્રતિમાને સ્થાપિત કરવામાં સમય લાગશે કારણકે તેમની પાસે પૂરતા પૈસા નથી અને તેમણે સમાજના સભ્યો પાસેથી ડોનેશનની જરુર પડશે.સરવૈયાએ જણાવ્યું કે, અમે દલિત હોવાના કારણે હિન્દુ ધર્મમાં અમારી સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવતો હતો, માટે અમે હિન્દુ ધર્મ ત્યાગીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે. બાબાસાહેબ આંબેડકરે પણ બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. અમે ઉનામાં ભગવાન બુદ્ધનું મોટું મંદિર બનાવવાની ઝુંબેશ ચલાવીશું.ઉલ્લેખનીય છે કે 11 જુલાઈ, 2016ના રોજ વશરામ, રમેશ, અશોક અને બેચર સરવૈયાને અર્ધનગ્ન અવસ્થામાં કથિત ગૌરક્ષકો દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ ઘટના પછી દેશભરમાં ચકચાર મચી ગઈ હતી અને દલિત આંદોલનો શરુ થયા હતા.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

માતા-પિતા ગોરા.. બાળક કાળુ કેમ ? તેનુ કારણ છે આ એક મેડિકલ કંડીશન

કચ્છના માતાના મઢની પતરી વિધિ શું છે

Gujarat Weather: ગુજરાતમાં વરસાદ પછી પડશે કડકડતી ઠંડી, આગામી સાત દિવસ જાણો કેવુ રહેશે હવામાન ?

ગ્રીન સિગ્નલ પર ખુલ્યા ઘરેલુ શેયર બજાર, સેંસેક્સ 79,600થી ઉપર, નિફ્ટીમાં પણ વધારો

Tulsi Vivah 2024: ક્યારે છે તુલસી વિવાહ 12મી કે 13મી નવેમ્બર ? તારીખને લઈને કન્ફયુઝન કરો દૂર, જાણો સાચી તારીખ અને શુભ મુહુર્ત

આગળનો લેખ
Show comments