Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં કોરોના અને આંશિક લૉકડાઉનની વચ્ચે ટ્રાફિક પોલીસે 43 હજાર લોકોને ઈ-મેમો મોકલ્યો

Webdunia
સોમવાર, 31 મે 2021 (19:53 IST)
અમદાવાદમાં કોરોનાના કેસો વધતાં એક સમયે ટ્રાફિકભંગનો દંડ લેવાનું બંધ કરવામાં આવ્યું હતું. તેમજમાસ્કનો દંડ વસૂલવામાં આવતો હતો. હવે શહેરમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો થયો છે. આંશિક લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે શહેરીજનોએ ફરીવાર ટ્રાફિકનો દંડ ભરવો ના પડે માટે વાહન હંકારતા સાવચેતી રાખવી પડશે. શહેર ટ્રાફિક પોલીસે માંડ કોરોના કાળમાં માંડ ધંધા રોજગારની શરુઆત થઈ છે ત્યાં ફરીવાર ઈ-મેમો ફટકારવાનું શરુ કરી દીધું છે. સમગ્ર મે મહિના દરમિયાન 43 હજાર લોકોને ટ્રાફિક પોલીસે સ્ટોપલાઈન ભંગનો ઈ-મેમો મોકલ્યો છે. તે ઉપરાંત રોંગ સાઈડમાં વાહન ચલાવતા 85 લોકો પણ CCTV કેમેરાની ઝપટે આવી ગયાં હતાં.

શહેરમાં છેલ્લા બે મહિનાથી કોરોનાનો હાહાકાર મચી ગયો હતો. હવે છેલ્લા 15 દિવસથી કેસ ઓછા થતાં લોકોમાં ભય પણ ઓછો થયો છે. સરકારે નિયમો પ્રમાણે ધંધા રોજગાર ચાલુ કરવાની મંજુરી આપી છે. સરકારી અને ખાનગી કચેરીઓમાં સંચાર વધી રહ્યો છે તે સાથે જ રસ્તાઓ પર ટ્રાફિક સતત વધવા લાગ્યો છે. કોરોના કાળમાં ધંધા-રોજગારને ઘેરી અસર પહોંચી છે અને ત્રીજી લહેરનો ડર છે. આ દરમિયાન કમાણી કરવા માટે પણ લોકો મોટા પ્રમાણમાં બહાર નીકળવા માંડ્યા છે. આ સ્થિતિ વચ્ચે ટ્રાફિક નિયમનો ભંગ ન થાય તેની કાળજી વાહનચાલકોએ લેવી જ પડશે.અમદાવાદ ટ્રાફિક પોલીસે ફરી એક વખત ઈ-મેમો આપવાની શરૂઆત કરી દીધી છે. કોરોનામાં પ્રમાણ તબક્કાવાર ઘટતું ચાલ્યું હતું તે સ્થિતિ વચ્ચે મે મહિનામાં જ સ્ટોપલાઈન ભંગના 43 હજારથી વધુ ઈ-મેમો તૈયાર કરવામાં આવ્યાં છે. ટ્રાફિક પોલીસે તા. 2 મેથી 28મી મે દરમિયાન જ 43 હજાર 681 વાહનચાલકોને 2.84 કરોડ રૂપિયાની રકમના ઈ-મેમો લોકોને ઘરે મોકલવાન કામગીરી હાથ ઘરાઈ છે.પહેલી વખત ટ્રાફિક નિયમભંગ કરવા બદલ 500 રૂપિયાનો ઈ-મેમો આવે છે. બીજી વખતથી 1 હજાર રૂપિયાનો ઈ-મેમો ફટકારવામાં આવે છે.

ટ્રાફિક પોલીસના ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું કે, હાલમાં તો લોકોમાં ટ્રાફિક નિયમની જાગૃતતા વધે તે માટે સ્ટોપલાઈન ભંગના ઈ-મેમો જ ઈસ્યૂ કરવામાં આવી રહ્યાં છે. પોલીસ રોન્ગસાઈડમાં આવતાં 85 વાહનચાલકોને 43 હજારની રકમના ઈ-મેમો આપ્યાં છે. હાલમાં અમદાવાદમાં કુલ 27 જંકશન પર ઈ-મેમો ઈસ્યૂ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, હાલમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર લોકો પાસેથી સ્થળ દંડ પણ વસુલવાનું શરૂ કરવામાં આવ્યું છે. આવનારાં દિવસોમાં ટ્રાફિકના નિયમોનું કડકપણે પાલન કરાવવામાં આવશે.

સંબંધિત સમાચાર

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments