rashifal-2026

આજે અમિત શાહ આવતીકાલે પીએમ મોદી ચિંતન શિબિરમાં લેશે ભાગ, "વિઝન 2047" અને 'પંચ પ્રણ'ના અમલીકરણ માટે એક એક્શન પ્લાન તૈયાર કરાશે

Webdunia
ગુરુવાર, 27 ઑક્ટોબર 2022 (13:08 IST)
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 27 અને 28 ઓક્ટોબર, 2022ના રોજ હરિયાણાના સૂરજકુંડ ખાતે રાજ્યોના 'ગૃહ મંત્રીઓની ચિંતન શિબિર'ની અધ્યક્ષતા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 ઓક્ટોબર, 2022ના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા ચિંતન શિબિરને સંબોધન કરશે.
 
તમામ રાજ્યોના ગૃહ પ્રધાનો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો અને પ્રશાસકોને બે દિવસીય ચિંતન શિબિરમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. રાજ્યના ગૃહ સચિવો, પોલીસ મહાનિર્દેશકો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના મહાનિર્દેશકો અને કેન્દ્રીય પોલીસ સંગઠનો પણ ચિંતન શિબિરમાં ભાગ લેશે.
 
બે દિવસીય ચિંતન શિબિરનો ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વતંત્રતા દિવસના ભાષણમાં જાહેર કરાયેલ "વિઝન 2047" અને 'પંચ પ્રણ'ના અમલીકરણ માટે એક એક્શન પ્લાન તૈયાર કરવાનો છે. ગૃહમંત્રીઓની પરિષદમાં સાયબર ક્રાઈમ મેનેજમેન્ટ માટે ઈકો-સિસ્ટમનો વિકાસ, પોલીસ દળોના આધુનિકીકરણ, ફોજદારી ન્યાય પ્રણાલીમાં આઈટીના વપરાશમાં વધારો, જમીન સરહદ વ્યવસ્થાપન અને દરિયાઈ સુરક્ષા અને અન્ય આંતરિક સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. 
 
'2047 સુધીમાં વિકસિત ભારત'ના લક્ષ્યને હાંસલ કરવા માટે 'નારી શક્તિ'ની ભૂમિકા મહત્વપૂર્ણ છે અને મહિલાઓની સુરક્ષા અને તેમના માટે સુરક્ષિત વાતાવરણ બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. કોન્ફરન્સનો ઉદ્દેશ ઉપરોક્ત ક્ષેત્રોમાં રાષ્ટ્રીય નીતિ ઘડતર અને બહેતર આયોજન અને સંકલનને સરળ બનાવવાનો પણ છે.
 
‘ચિંતન શિબિર’માં છ સત્રોમાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવશે. કોન્ફરન્સના પ્રથમ દિવસે હોમગાર્ડઝ, સિવિલ ડિફેન્સ, ફાયર પ્રોટેક્શન અને એનિમી પ્રોપર્ટી જેવા અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. બીજા દિવસે, સાયબર સુરક્ષા, નશીલી દવઓની હેરફેર, મહિલા સુરક્ષા અને સરહદ વ્યવસ્થાપન જેવા અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. 
 
કોન્ફરન્સમાં NDPS એક્ટ, NCORD, NIDAAN અને નશા મુક્ત ભારત અભિયાન સહિત ડ્રગ હેરફેરના મુદ્દાઓ પર ચિંતનનું આયોજન કરવામાં આવ્યું છે. લેન્ડ બોર્ડર મેનેજમેન્ટ અને કોસ્ટલ સિક્યોરિટીની થીમ હેઠળ સરહદોની સુરક્ષા અને સરહદી વિસ્તારોના વિકાસ અંગે ચર્ચા કરવામાં આવશે. ICJS અને CCTNS સિસ્ટમ્સ અને IT મોડ્યુલ - NAFIS, ITSSO, અને NDSO અને Cri-MAC નો ઉપયોગ કરીને ટેક્નોલોજી આધારિત તપાસ દ્વારા દોષિત ઠરાવવાનો દર વધારવા પર પણ ચર્ચા કરવામાં આવશે. 
 
સેફ સિટી પ્રોજેક્ટ, 112-સિંગલ ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ, જિલ્લાઓમાં માનવ તસ્કરી વિરોધી એકમો, પોલીસ સ્ટેશનોમાં મહિલા હેલ્પ ડેસ્ક અને માછીમારો માટે બાયોમેટ્રિક ઓળખ કાર્ડ જેવી પહેલો પર પણ ચર્ચા કરવામાં આવશે. વિવિધ વિષયો પરના સત્રોનો હેતુ આ મુદ્દાઓ પર રાજ્ય સરકારોની ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો અને તેની ખાતરી કરવાનો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કંકુ છાંટી કંકોતરી મોકલી

Mangalsutra - કાળો રંગ અશુભ છે, તો પછી મંગળસૂત્રમાં કાળા મોતી કેમ શુભ માનવામાં આવે છે?

Methi Thepla- લોટ ગૂંથતા પહેલા ફક્ત આ એક વસ્તુ ઉમેરવાથી મેથીના પરાઠાની કડવાશ દૂર થઈ જશે, રેસીપી નોંધી લો

World Milk Day: દૂધ પીવુ આરોગ્ય માટે લાભકારી, પણ ભૂલથી પણ ન પીશો કાચુ દૂધ

Constitution of India- ભારતનું બંધારણ

વધુ જુઓ..

નવીનતમ

ધર્મેન્દ્રની 450 કરોડની સંપત્તિનો અસલી વારસદાર કોણ ? 6 બાળકોમાં કોને મળશે સૌથી વધુ ભાગ.. જાણો શુ કહે છે કાયદો

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

Interesting facts about Dharmendra - ધર્મેન્દ્ર વિશે 50 રોચક માહિતી

Dharmendra hits movie: હિટ ફિલ્મો આપવામાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન થી પણ આગળ હતા ધર્મેન્દ્ર, આપી હતી આટલી હિટ

Dharmendra: આ અભિનેત્રીઓ સાથે રહી ધર્મેન્દ્દ્રના અફેયરની ચર્ચા, એક એક્ટ્રેસે તો હેમા માલિની સામે કહી દીધી હતી પોતાના મનની વાત

આગળનો લેખ
Show comments