Webdunia - Bharat's app for daily news and videos

Install App

આગામી વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને રાજ્યનું ચૂંટણી તંત્ર એકશન મોડમાં

Webdunia
બુધવાર, 22 જૂન 2022 (09:51 IST)
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની આગોતરી તૈયારીની સમીક્ષા કરવા તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં મતદારલક્ષી મહત્વના નિર્ણયો લીધા હોઇ તેનો અમલ થાય તે માટે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીપી.ભારતી દ્વારા રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સનું આયોજન કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
 
ચૂંટણી આવે ત્યારે બૂથ લેવલ અધિકારી (BLO) ની ભૂમિકા મહત્વની બને છે.મતદારોના નામ મતદાર યાદીમાં સામેલ કરાવવા તથા અવસાન પામેલા મતદારોના નામ કમી કરાવીને BLO મતદાર યાદીને અદ્યતન બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે,તેનો ઉલ્લેખ કરતા મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને BLO ને એકટીવ કરીને વહેલી તકે મતદારોની નોંધણી અંગેની કામગીરીની ચીવટપૂર્વક સમીક્ષા કરવા તાકીદ કરી હતી. 
 
BLO માટે તૈયાર કરવામાં આવેલ પ્રશિક્ષણ માટેના મોડ્યુલ તૈયાર કરી તેને અનુરૂપ તાલીમ હાથ ધરવા ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. મતદાન માટે ઉપયોગમાં લેવાતા EVM મશીનોની પ્રથમ તબક્કાની ચકાસણી તા.૧૫ની જુલાઇથી શરૂ કરી દેવા તેમજ EVM મશીનો જયાં રાખવામાં આવ્યા છે તે વેરહાઉસની સલામતીની પૂરતી વ્યવસ્થા ચકાસી લેવા જિલ્લા ચૂંટણી અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું.
 
ભારતના ચૂંટણી પંચ દ્વારા હાલમાં મતદારો માટેના ફોર્મમાં કેટલાંક સુધારા કરવામાં આવ્યા છે. તેને ધ્યાનમાં લઇ મતદાર જાગૃતિ અને પ્રશિક્ષણ (SWEEP)  એકટીવીટીમાં તેનો સમાવેશ કરીને નાગરિકોને  તે વિશે માહિતીગાર કરવા તથા જે કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં મતદાર સાક્ષરતા કલબ (ELC) કાર્યરત નથી તેને કાર્યરત કરવા ખાસ  અનુરોધ કરવામાં આવ્યો હતો.
 
વિધાનસભા મતવિસ્તારમાં ઉભા કરવામાં આવતા મતદાન કેન્દ્રોના રેશનલાઇઝેશન માટે કેન્દ્રોની સ્થળ મુલાકાત લઇને મતદાતોઓને પ્રથમિક સુવિધાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવા તેમજ  મતદાન કેન્દ્રો પાકા અને સુવિધાજનક હોય તે જોવા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને જણાવવાામં આવ્યું હતું. મતદારો ઓનલાઇન સેવાઓનો લાભ લઇ ઘેરબેઠાં મતદાર યાદીમાં નામ નોંધાવી શકે, સુધારા-વધારા કરાવી શકે તે માટે વોટર હેલ્પલાઇન એપ ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરે તે માટે સોશ્યલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મનો ઉપયોગ કરી મતદારોમાં અવેરલેસના  ખાસ પ્રયાસો હાથ ધરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
 
વીડિયો કોન્ફરન્સમાં ચૂંટણી પ્રભાગના અધિકારીઓ  દ્વારા ચૂંટણી પૂર્વે જરૂરી આગોતરા આયોજનને લગતા તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા મતદાર જાગૃતિ અને પ્રશિક્ષણ ને લગતા પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા.આ વિડીયો કોન્ફરન્સમાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારી આર.કે.પટેલ, સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી અજય ભટ્ટ , અધિક કલેકટર દર્શના રાંક સહિત ચૂંટણી પ્રભાગના અધિકારીઓ સહિત રાજ્યના તમામ જિલ્લાના કલેકટર સહ ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં  હતા.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments