Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેટા ચૂંટણીના પ્રચાર માટે માર્ગદર્શિકા જાહેર, કરવું પડશે આ નિયમોનું પાલન

Webdunia
શનિવાર, 10 ઑક્ટોબર 2020 (10:26 IST)
રાજ્યમાં યોજાનારી વિધાન સભા ની 8 બેઠકો ની પેટા ચૂંટણી ના પ્રચાર માટે  પ્રવર્તમાન કોરોના વાયરસ ના  સંક્રમણ અને લોકોના આરોગ્ય સુખાકારી ધ્યાનમાં લઈને ભારત ના ચૂંટણી પંચ ના દિશા નિર્દેશો ને પગલે રાજ્ય સરકારે  ચૂંટણી પ્રચાર સંદર્ભે કેટલીક માર્ગ દર્શક અગત્યની સૂચનાઓ એસ. ઓ.પી જાહેર કરી છે.
 
આ સૂચનાઓના અનુપાલન સાથે પેટા ચૂંટણીઓ માટેનો પ્રચાર કરી શકાશે.
 
આ માર્ગદર્શિકા ની મુખ્ય બાબતો નીચે મુજબ છે.
 
જે જગ્યાએ ચૂંટણી યોજાવાની છે ત્યાં પ્રચાર સભા કે અન્ય પ્રચાર માટે જે તે જિલ્લા મેજિસ્ટ્રેટ /પોલીસ કમિશનર ની મંજૂરી મેળવી  નીચે મુજબની  ગાઈડ લાઈન સાથે સભા કે પ્રચાર કામગીરી કરી શકાશે
 
 * સભા ના આયોજન માટે બંધ જગ્યામાં જગ્યા / સ્થળની ક્ષમતાના ૫૦ % પરંતુ મહત્તમ ૨૦૦ વ્યક્તિની મર્યાદા રહેશે
 . 
 ખુલ્લી જગ્યામાં આ પ્રકારના કાર્યક્રમો માટે મેદાન / સ્થળના વિસ્તાર ( size ) ને ધ્યાને લઇ ૬ ફૂટની દૂરી સાથેનું Physical distancing , સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે ઢાંકી રાખવો , થર્મલ સ્કેનીંગની સગવડતા , હેન્ડ વોશ / સેનેટાઈઝરની સુવિધાની શરતે ૧૦૦ થી વધુ વ્યકિતઓના ચૂંટણી સંબંધિત રાજકીય સમારંભ માટે મંજુરી આપી શકાશે
 
.  સભા અને મીટીંગના સ્ટેજ ઉપર સોશીયલ ડિસ્ટન્સીંગ સાથે વ્યકિતગત ખુરશી પર ( સોફા રાખી શકાશે નહી ) ૭ ( સાત ) થી વધુ વ્યકિતઓ સ્ટેજ ઉપર બેસી શકશે નહીં . જો સ્ટેજ મોટુ હોય તો આગળ –પાછળ હરોળમાં વધુમાં વધુ ૧૪ લોકો ( હરોળ દીઠ ૭ વ્યકિતઓ ) બેસી શકશે
 
 . આ પ્રકારના કાર્યક્રમ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ / પોલીસ કમિશ્નરને પૂર્વમંજુરી માટે અરજી કરવાની રહેશે . જેમાં કાર્યક્રમની તારીખ , સમય , સ્થળ તથા તેમાં હાજર રહેનાર વ્યકિતઓની સંભવિત સંખ્યા દર્શાવવાની રહેશે
 
. આવા કાર્યક્રમમાં હાજર રહેનાર વ્યકિતઓની સંખ્યા તથા અન્ય શરતોના પાલનની જવાબદારી આયોજકની રહેશે
Door to Door પ્રચારમાં ઉમેદવાર સહિત ૫ વ્યક્તિની મર્યાદા રાખો શકાશે
 
 
. Road Show / Bike rally - વાહનોના કાફલામાં દર પ ( પાંચ ) વાહનો પછી યોગ્ય અંતર રાખવાનું રહેશે
 
 .વાહનોના બે કાફલા વચ્ચે ૧૦૦ મીટરના અંતરના બદલે ૩૦ મીનીટનો સમયગાળો રાખવાનો રહેશે
 
. Election Meetings : • coVID - 19 ની માર્ગદર્શક સૂચનોને અનુરૂપ રહીને Public Gathering / Rally યોજી શકાશે
 
 . • જિલ્લા ચૂંટણી અધિકારીએ Rally / સભા માટે મેદાનો અગાઉથી નક્કી કરવાના રહેશે
 
 . જેમાં આવન - જાવનની ચોક્કસ વ્યવસ્થા રાખવાની રહેશે . આવા મેદાનોમાં સોશીયલ ડિસ્ટન્સીંગના માપદંડો જળવાય તે માટે નિશાનીઓ કરવાની રહેશે
 
 .નિયત કરવામાં આવેલ સંખ્યા કરતા લોકો વધે નહિ તે અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને પોલીસ અધિક્ષકએ કાળજી લેવાની રહેશે
 
 .  COVID - 19 સંદર્ભે આપવામાં આવેલ સૂચનાઓ જેમ કે , ચહેરાને યોગ્ય રીતે ઢાંકવો , સિનિટાઈઝરનો ઉપયોગ , થર્મલ સ્કેનિંગ વગેરેનો અમલ થાય તે માટે રાજકીય પક્ષો અને ઉમેદવારોએ કાળજી લેવાની રહેશે .
 
 ઉમેદવાર દ્વારા નામાંકન દાખલ કરતા સમયે બેથી વધુ વ્યક્તિ તથા બેથી વધુ વાહનો રાખી શકાશે નહી ..
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments