Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉતાવળે રોંગ સાઈડમાં બાઇક હંકારી રહેલાં મહુધાના ધોરણ 12ના વિદ્યાર્થીનું મોત

Webdunia
મંગળવાર, 5 એપ્રિલ 2022 (10:04 IST)
મહુધા રેસ્ટ હાઉસ ચીકડી નજીક નડિયાદ તરફથી પૂરપાટ બાઈક હંકારી રોન્ગ સાઈડે આવી રહેલ ધો. 12ના પરીક્ષાર્થીનો કાર સાથે અકસ્માત થતા ઘટના સ્થળે મોત નીપજ્યું છે. સોમવારે બપોરે 3 વાગ્યે નડિયાદ થી મહુધા રેસ્ટહાઉસ ચોકડી તરફ એક બાઈક પર બે યુવકો પુરપાટ ઝડપે આવી રહ્યા હતા.દરમિયાન કઠલાલ તરફથી એક અલ્ટો કાર નડિયાદ તરફ જઈ રહી હતી. બાઈક ચાલકે બાઈક પરથી કાબુ ગુમાવતા તેનું બાઈક સીધુ કાર સાથે જી અથડાયું હતું. જે ગમખ્વાર ઘટનામાં ધો.12 ની પરીક્ષા આપવા જઈ રહેલ નીલકુમાર પટેલનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું. જ્યારે પાછળ બેઠેલા યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થાનિક ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરના જણાવ્યા પ્રમાણે યુવકની સ્થિતિ સ્થિર હોવાનું જણાવ્યું હતું.સમગ્ર મામલે મહુધા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે મરણ જનાર યુવકને પીએમ માટે મહુધા સીએચસી પર ખસેડવામાં આવ્યો હતો.મરણ જનાર યુવકના પિતાનું પાંચ વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. તેનો મોટો ભાઈ હાલ મહુધા કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. માતા ઘરકામ કરે છે. યુવકને સોમવારે ધોરણ 12નું પેપર હતું. માતા-પુત્ર પર પાંચ વર્ષમાં પરિવારના બે સભ્ય ગુમાવતાં વજ્રઘાત થયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Video: 'ટિપ ટિપ બરસા' ગીત ગાતા જ બેકાબૂ થયા ઉદિત નારાયણ, સરેઆમ મહિલાને કરી Lip KISS! ટ્રોલ થયા તો આપી સફાઈ

ગુજરાતી જોક્સ - ગણિતમાં કેમ બોલતા નથી

ગુજરાતી જોક્સ - મોબાઈલ ફેંકી દો...

ગુજરાતી જોક્સ - કોંગ્રેસ પાર્ટીની ટિકિટ

ગુજરાતી જોક્સ - કેમ રડે છે?

વધુ જુઓ..

નવીનતમ

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

Wedding Special: લગ્ન પહેલાની આ 6 વિધિ ખૂબ જ ખાસ છે, જાણો તેમના વિશે

એગ ફ્રાય રાઈસ

આગળનો લેખ
Show comments