Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુખ્યમંત્રી નૂતન વર્ષ પ્રારંભ દિવસે ગાંધીનગર-અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છા આપ-લે કરશે

Webdunia
શનિવાર, 22 ઑક્ટોબર 2022 (11:31 IST)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત ર૦૭૯ના પ્રારંભ દિવસે તારીખ ૨૬ ઓક્ટોબર, બુધવાર સવારે ૭:૦૦ કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે અને ૦૭:૩૦ વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શનપુજા માટે જશે.
 
મુખ્યમંત્રી ત્યાર બાદ મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્‍ટર ખાતે નૂતન વર્ષ નિમિત્તે સવારે ૮:૦૦ થી ૮:૪૫ સુધી નાગરિકો-પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવા મુખ્યમંત્રી સવારે ૮-પ૦ કલાકે રાજભવન થશે.
 
ભૂપેન્દ્ર પટેલ સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ કલાક સુધી અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે. તે પૂર્વે મુખ્યમંત્રી ૧૦:૦૦ વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે. મુખ્યમંત્રી નૂતન વર્ષ દિવસે બપોરે ૧૧:૪૫ કલાકે શાહીબાગ, ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહેવાના છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

કેરળના વિદ્યાર્થીએ હોમવર્ક મશીન બનાવ્યું, હોમવર્ક તમારા રાઈટિંગરમાં લખી શકે

Gujarat Live News- રાજકોટ બન્યુ રામમય

IPL 2025: સૌથી મોંઘા ખેલાડી પહેલા સેટમાં જ મળી જશે! આ 6 દિગ્ગજ નો સમાવેશ થાય છે

કડકડતી ઠંડી માટે તૈયાર રહો, આગામી 5 દિવસમાં આ રાજ્યોમાં ભારે વરસાદ પડશે

ચાલતી ટ્રેનમાં હાર્ટ એટેક, TTEએ CPR આપ્યો અને જીવ બચી ગયો, જુઓ વીડિયો

આગળનો લેખ
Show comments