Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં 40 ડિગ્રી અંદર તાપમાન પહોંચ્યું, આજે 25-30 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

Webdunia
ગુરુવાર, 30 મે 2024 (13:24 IST)
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ગરમીનો પારો સતત ઘટી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેર પર સૂર્યનો પ્રકોપ હજી જોવા મળી રહ્યો છે. કારણ કે, ગત 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 42.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હજુ પણ તેમાં ઘટાડો થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે, આટલા તાપમાન સાથે પણ અમદાવાદ ગઈકાલે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. બાકીના અન્ય શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું નોંધાયું હતું. આજે સવારથી જ અમદાવાદ સહિત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આથી સામાન્ય બફારો અકળાવી શકે છે. આજે પણ આ સ્થિતિ યથાવત્ રહેવાની શક્યતા છે. દિવસ દરમિયાન સતત ઠંડા પવનો ફૂંકાવાને કારણે શહેરીજનોને ગરમીનો અનુભવ પણ ઓછો થાય છે. આ ઉપરાંત દક્ષિણ પશ્ચિમ દિશા તરફથી ગુજરાત રાજ્ય ઉપર આવતા પવનો દરિયાના ભેજને ખેંચી લાવે છે તેને કારણે મધ્ય ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં દિવસ દરમિયાન છૂટાછવાયું વાદળછાયું વાતાવરણ રહે છે.

અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ રહેતા ગરમીનો અનુભવ ઓછી માત્રામાં થઈ રહ્યો છે. જ્યારે આ સ્થિતિ સમગ્ર દિવસ દરમિયાન યથાવત્ રહે તેવી શક્યતા છે. આજે 25થી 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને કારણે ગરમીનો અહેસાસ ઓછો થશે અને સામાન્ય બફારો અનુભવાશે.જો કે, ગત રોજ કરતા આજે મહત્તમ તાપમાન ઘટે તેવી શક્યતા છે. આજે દિવસ દરમિયાન અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 42થી 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે દિવસ દરમિયાન ગરમીમાંથી રાહત મળી રાત્રે લઘુત્તમ તાપમાન 30.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જો કે, લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 12 ડિગ્રી સેલ્સિયસનો ફરક હોવાથી આજે પણ દિવસ દરમિયાન વધુ માત્રામાં ગરમીનો પ્રકોપ સહન કરવો પડશે નહીં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈ અમેરિકન પોલીસની કસ્ટડીમાં, જાણો શું છે ભારતની માંગ?

માતા વૈષ્ણોદેવીના ભક્તોને ભેટ, બસ 6 મિનિટમાં કરી શકશે દર્શન, જાણો કેવી રીતે

જેના મૃત્યુ પર તેઓ શોક વ્યક્ત કરી રહ્યા હતા તે જીવતો પાછો ફર્યો ત્યારે પરિવાર ડરી ગયો

બહેનની ડોલી પહેલાં ભાઈની અર્થી ઉઠી, લગ્નમંડપમાં જતાં બદમાશોએ તેને ઘેરી લીધો

Maharashtra Election: રાહુલ ગાંધીનો મોટો આરોપ, બોલ્યા - મહારાષ્ટ્રના પ્રોજેક્ટ છીનવીને બીજા રાજ્યને આપ્યા

આગળનો લેખ
Show comments