Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતના રેલવે સ્ટેશન પર કરુણ દુર્ઘટના સર્જાઈઃ મેમુ ટ્રેન પકડવા જતાં રત્નકલાકારે પગ ગુમાવવા પડ્યા

Webdunia
બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (14:21 IST)
સુરતના રેલવે સ્ટેશન પર કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. એક રત્નકલાકાર કામકાજ પૂર્ણ કરીને પોતાના ઘર તરફ ઉતાવળે જઈ રહ્યો હતો. આ દરમિયાન રેલવે સ્ટેશન પર ટ્રેનને લીલીઝંડી મળી જતાં ઊપડી ગઈ હતી. સ્ટેશન છોડતી સુરત-વડોદરા મેમુ ટ્રેનમાં ઉતાવળે ચડતી વખતે રત્નકલાકારના વરસાદમાં ભીના થયેલા રેલવે સ્ટેશન પર પગ લપસ્યા અને ટ્રેનની નીચે પગ આવી ગયા હતા. તેણે બંને પગ ગુમાવી દીધા હતા. જોકે રલેવે સ્ટેશન પર ફરજ બજાવતા આરપીએફ જવાનોએ તાત્કાલિક રત્નકલાકારને સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી સ્મિમેર હોસ્પિટલ ખસેડ્યો હતો.કોસાડ-ભરથાણાનો રત્નકલાકાર નાઇટ ડ્યૂટી પૂરી કરી ઘરે જવા સુરત સ્ટેશન પહોંચ્યો હતો. સ્ટેશન પર પહોંચ્યો ત્યારે સુરત-વડોદરા મેમુ ટ્રેન ઊપડી રહી હતી. દરમિયાન ચાલુ ટ્રેને બેસવા જતાં પગ લપસી જતાં ટ્રેન નીચે આવી જતાં રત્નકલાકારના બંને પગ કપાઇ ગયા હતા છતાં હિંમતભેર દશરથભાઈએ તેમના સંબંધીઓને ફોન કરીને જાણ કરી હતી. બન્ને પગ ગુમાવ્યા બાદ પણ પીડાથી કણસતા દશરથભાઈની હિંમતને સૌકોઈએ બિરદાવી પણ હતી. જોકે ભૂલ ભારે પડી હોવાની લાગણી પણ લોકોએ વ્યક્ત કરી હતી.ભરથાણા ખાતે રહેતો દશરથ ગોરધન સુરતની ડાયમંડ કંપનીમાં રત્નકલાકાર તરીકે કામ કરે છે. સોમવારે નાઇટ ડ્યૂટી હતી. મંગળવારે સવારે દરરોજ કરતાં વહેલી છુટ્ટી મળતાં રત્નકલાકાર ટ્રેન મારફત ઘરે જવા સુરત સ્ટેશન પર પહોંચ્યો હતો. ટ્રેનમાં ચઢવા જતાં પગ લપસી જતાં તે ટ્રેન નીચે આવી ગયો હતો. ટ્રેન પગ પરથી પસાર થઇ જતાં યુવક ત્યાં કણસતી હાલતમાં પડ્યો હોવા અંગે આરપીએફને જાણ થતાં તેમણે તાત્કાલિક 108ને બોલાવી રત્નકલાકારને સારવારા અર્થે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ટ્રેન નીચે તેના બંને પગ કપાઈ ગયા હતા. બનાવ અંગે આરપીએફે રેલવે પોલીસને જાણ કરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

એક અઠવાડિયા સુધી પીવો આ આદુનું પાણી, શરીર પર એવી અસર થશે કે તમે નવાઈ પામશો, આ રોગોમાં થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments