Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાહ શુ કારીગરી છે, 5 કારીગર, 90 દિવસમા લેબમાં 4.30 કેરેટ ડાયમંડ પર ડોનાલ્ડ ટ્રંપની તસ્વીર બનાવી જુઓ Video

Webdunia
મંગળવાર, 21 જાન્યુઆરી 2025 (14:57 IST)
donald trump
Surat Firm Creates Donald Trump Carving: ગુજરાતના સૂરતમાં એક વેપારીએ ગજબનો ડાયમંડ તૈયાર કર્યો છે. જેને જોઈને દરેક કોઈ હેરાન થઈ શકે છે. ટ્રંપના શપથ ગ્રહણ દરમિયાન સૂરતના આ વેપારીના હીરાની ચર્ચા શરૂ થઈ ગઈ.  એક હીરા વેપારીએ પોતાની કંપનીમાં ડોનાલ્ડ ટ્રંપની જેવો દેખાનારો ડાયમંડ કોતર્યો છે. જેની કિમંત લાખોમાં છે.  
 
4.5 કેરેટના ડાયમંડ પર ટ્રંપની તસ્વીર, સૌથી પહેલા  તમે પણ જુઓ વીડિયો 
 
ત્રણ મહિના લાગ્યા આ ડાયમંડ બનાવવામાં 
એક રિપોર્ટ મુજબ સૂરતની એક હીરા ફર્મને પોતાની લેબમાં 4.5 કેરેટના હીરા પર ડોનાલ્ડ ટ્રંપની એક શાનદાર અને આકર્ષક નક્કાશી તૈયાર કરી છે. જેને સોમવારે ઐતિહાસિક બીજા કાર્યકાળ માટે શપથ લેનારા અમેરિકી રાષ્ટ્રપતિને ભેટ આપવામાં આવશે. ગ્રીનલૈબ ડાયમંડ્સે  ત્રણ મહિનામાં આ હીરો બનાવ્યો છે.  જેની કિમંત લગભગ 8,50,000 રૂપિયા બતાવી છે. 
 
પાંચ કારીગરોએ કરી મહેનત 
ફર્મના માલિકોમાંથી એક સ્મિથ પટેલે કહ્યુ કે અમે આ હીરાને તૈયાર કરવામાં ત્રણ મહિના લાગ્યા. જેમા તેને તરાશવો, કાપવો અને ચમકાવવોનો સમાવેશ છે. અમારા વિશેષજ્ઞોએ આ સુનિશ્ચિત કરવાની કોશિશ કરી કે નક્કાશી ટ્રંપના ચેહરા જેવી દેખાય. આ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોનો એક મહત્વપૂર્ણ પ્રતિક છે. અમે ટ્રંપને એ પણ બતાવવા માંગીએ છીએ કે પ્રયોગશાળામાં ઉગાવેલા હીરા બનાવવાની અમારી રચનાત્મકતા અને પ્રયાસ ચાલી રહેશે.  પટેલે કહ્યુ કે નક્કાશી સૂરતના પાંચ અનુભવી ઝવેરીઓએ તૈયાર કરી છે. તેમણે બતાવ્યુ તેને ખૂબ જ મહેનત અને ઝીણવટાઈથી બનાવવામાં આવી છે. તેને અમે ટ્રંપને ભેટમાં આપીશુ. 
 
કોણ છે આ વેપારી ?
ઉલ્લેખનીય છે કે ગ્રીનલૈબ ડાયમંડના માલિક મુકેશ ભાઈ પટેલ પીએમ મોદીના ખૂબ નિકટના માનવામાં આવે છે. આ પહેલા પીએમ મોદીએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડન અને યૂએસની ફર્સ્ટ લેડી જિલ બાઈડનને 7.5 કેરેટનો એક ડાયમંડ ભેટ કર્યો હતો. આ હીરાની કિમંત એ સમયે લગભગ 20 હજાર યૂએસ ડોલર બતાવવામાં આવી હતી.  ઉલ્લેખનીય છે કે સૂરત દુનિયાભરમાં પોતાના હીરાની કપાત અને ચમકાવવાના વ્યવસાય માટે જાણીતુ છે. પ્રયોગશાળામાં ઉગાવેલા હીરાની ખૂબ માંગ છે અને ભારત સરકારે હીરા ઉદ્યોગ ને પ્રોત્સાહન આપવા માતે તેને મોટા પાયા પર પ્રોત્સાહિત કરવાનો નિર્ણય કર્યો છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Coldplay ના હવે તમે ઘરે બેઠા અમદાવાદ કોન્સર્ટના મજા માણી શકો છો, જાણો ક્યારે અને ક્યાં હશે OTT પર લાઈવ

ગુજરાતી જોક્સ - અંકલ જી

ગુજરાતી જોક્સ - પેટમાં દુખાવાની ફરિયાદ

ગુજરાતી જોક્સ -બાબાના તંબુ પર

ગુજરાતી જોક્સ - તું મારી દુનિયા છે.

વધુ જુઓ..

નવીનતમ

તિરંગા પેંડા

તેનાલીરામની વાર્તા: મૃત્યુદંડ

શિયાળામાં વાળની ​​સંભાળ માટે આ હોમમેઇડ સીરમ ટ્રાય કરો

અનેક બીમારીઓનો કાળ બની શકે છે ગોળનો નાનો ટુકડો, તેને કયા સમયે ખાવાથી વધુ ફાયદો થાય છે?

શુ પીળા દાંતને કારણે હસવામાં પણ આવે છે શરમ ? જીદ્દી પીળાશને ખેંચીને કરશે બહાર આ દેશી ઉપાય, 2 મિનિટમાં ચમકી જશે બત્રીસી

આગળનો લેખ
Show comments