Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરેન્દ્રનગર-ચોટીલા હાઇવે પર ST બસ ખાડામાં ખાબકી, 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત

Webdunia
મંગળવાર, 13 ઑગસ્ટ 2024 (14:59 IST)
ગુજરાતમાં ભારે વાહનોના અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં 30 મુસાફરો ભરેલી એસ.ટી બસ ખાડામાં ખાબકતાં 20થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. સદનસીબે આ ઘટનામાં કોઇનું મૃત્યુ નથી થયું. હાલ તમામ ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. તમામ ઇજાગ્રસ્તોને સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને આગળની તપાસ પોલીસ કરી રહી છે.
 
108 અને પોલીસે તુરંત ઘટનાસ્થળે પહોંચી
મળતી
accident news
માહિતી મુજબ સુરેન્દ્રનગર-ચોટીલા હાઇવે પર સોમાસર ગામના પાટિયા પાસે રાજકોટ-સુરેન્દ્રનગર રૂટના એસટી બસ ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા બસ રોડ પરથી નીચે ખાડામાં ખાબકીને પલટી મારી ગઇ હતી. આ બસમાં 30 જેટલા મુસાફરો સવાર હતા. જેમાંથી અંદાજે 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.બસ પલટી જતાં બસમાં સવાર મુસાફરોની બૂમો સાંભળી આજુબાજુમાંથી લોકો દોડીને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તુરંત 108 અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ 108 અને પોલીસે તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. 
 
બસના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો
લોકોના ટોળેટોળા અને 108 એમ્બ્યુલન્સ વાનના કાફલાના કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે બે કલાકની ભારે જહેમત બાદ હાઈવે પર ટ્રાફિક પુન: કાર્યરત કરવામાં આવ્યો હતો. હાઈવે પર સામે કોઈ વાહન આવી જતા બસના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા બસ રોડ નીચે ઉતરીને પલટી ખાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.તમામ ઇજાગ્રસ્તોને સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને આગળની તપાસ પોલીસ કરી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ફકીર જેવી હાલત..કરણ જોહરે પોતાના શું બનાવી લીધા છે હાલ... ફેંસ જોઇને રહી ગયા દંગ

ગુજરાતી જોક્સ -સસલુ અને કાચબો

ગુજરાતી જોક્સ - હોમવર્ક કર્યું નથી,

ગુજરાતી જોક્સ -મગફળી

ગુજરાતી જોક્સ - પતિને મળવા ગઈ

વધુ જુઓ..

નવીનતમ

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

Slap Day- 15 મી ફેબ્રુ સ્લેપ ડે

ડાયાબિટીસમાં અસરકારક છે આ પાવડર, નથી વધવા દેતો બ્લડ શુગર લેવલ, ઘણી બીમારીઓમાં છે ફાયદાકારક

દક્ષિણ ભારતીય શૈલીની ડુંગળીની ચટણી તમારા ડોસા સાથે આવશે, મિનિટોમાં રેસીપી બનાવો

આગળનો લેખ
Show comments