Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં યોજાશે 'સીતા સ્વયંવર', આ સમાજની 200 કન્યાઓ કરશે જીવનસાથીની પસંદગી

Webdunia
ગુરુવાર, 13 એપ્રિલ 2023 (13:35 IST)
પાટીદાર સમાજ ખુબ જ મોટો અને સમૃદ્ધ સમાજ માનવામાં આવે છે. મુખ્યત્વે પાટીદાર સમાજ કડવા અને લેઉવા બે ભાગમાં વહેચાયેલો છે. ત્યારે ગુજરાતમાં પહેલીવાર લડવા અને લેઉવા પાટીદાર સમાજ દ્વારા એક મોટું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન છે લગ્નનું. જી હાં, જીવનસાથીની પસંદગી માટે કન્યાઓને અવસર મળે અને દરેક કન્યા પોતાની પસંદગીથી જીવનસાથી પસંદગી કરી શકે તે આશયથી આ આયોજન કરાયું છે. જેને સીતા સ્વંયવર નામ આપવામાં આવ્યું છે.

આ સીતા સ્વંયવરમાં એક સાથે 200 પાટીદાર કન્યાઓ પોતાના જીવનસાથીની પસંદગી કરશે. ગુજરાતમાં પહેલીવાર પાટીદાર સમાજ દ્વારા આ પ્રકારના સ્વંયવરનું આયોજન કરાયું છે. અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા દ્વારા વિસનગરમાં 15-16 એપ્રિલે ‘સીતા સ્વયંવર નું આયોજન કરાયુ છે. 200 કડવા-લેઉવા પાટીદાર કન્યા 500 મુરતિયામાંથી પોતાના માટે મૂરતિયો પસંદ કરશે. 18મી વિસનગરમાં જ લગ્ન સમારંભ યોજાશે, પ્રથમ વખત પાટીદાર સમાજ ગુજરાતમાં આવું આયોજન કરી રહયુ છે.

22 રાજ્યોમાંથી 4000 પ્રતિનિધિ આ કાર્યક્રમમાં હાજરીઆપશે. સાથે સાથે રાષ્ટ્રીય મહાઅધિવેશન અને કુર્મી બિઝનેસ સમિટ પણ યોજાશે. 18મી એ લગ્ન સમારંભ પણ સાંકળચંદ યૂનિ. કેમ્પસમાં યોજાશે. તમામ લોકોના રહેવાની વ્યવસ્થા વિસનગર અને આસ-પાસના પાટીદારોના ઘરોમાં જ કરાઈ છે. માત્ર મધ્યપ્રદેશથી જ 40 લક્ઝરી બસો આવવાની છે. કુર્મી પાટીદાર મહાસભાનો ગુજરાતમાં પહેલો અને દેશમાં બીજો સીતા સ્વંયર છે. વિસનગરના 4000થી વધુ સ્વંયસેવકો ને આયોજનની જવાબદારી સોંપાઈ છે.આયોજનના સંચાલક ઈશ્વરભાઇ પટેલે જણાવ્યુંકે, આ સમારોહનો હેતુ સમાજના યુવક યુવતીઓને સામાજિક રીતે સારું પાત્ર શોધી આપવાનો છે. અહીં સીતા સ્વયંવરમાં પાટીદાર દીકરીઓ મોટાભાગની એમબીએ, બીએડ, એમસીએ સહિત ઉચ્ચ રિક્ષિત છે. તેથી સારું ભણેલાં અને મહિને 30 હજારથી વધુ આવક ઉપરાંત સરકારી નોકરી અથવા પોતાનો ધંધો હોય અને પરિવાર સાથે રહેતો હોય તેવા છોકરાઓને પ્રાથમિક્તા અપાઇ છે. 

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ અને પાટીદાર સમાજના અગ્રણીઓ પણ આમાં હાજરી આપશે. બે દિવસનો આ સ્વયંવર સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં યોજાશે. તમામ યુવતીઓને હોલમાં બેસાડાશે. 5-5 યુવકો આવીને પોતાનો પરિચય આપશે. જેમાં નોકરી, પરિવાર, પગાર સહિતની બાબતો કૉશે. હિન્દી સહિત અન્ય ભાષામાં વિગતો અપાશે એટલે અનુવાદકની વ્યવસ્થા પણ કરાઈ છે. એક યુવતી ત્રણ યુવકોને મળી શકે છે. યુવતી જેને પસંદ કરે પછી બન્નેને અલગથી મળવા સમય અપાશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમરેલીમાં લકી કારને અપાઈ સમાધિ - આખા ગામ અને સંતોની હાજરીમાં મંત્રોચ્ચારથી વિદાય

સેમિકન્ડક્ટર પોલિસી લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત, કંપનીઓ 1.4 લાખ કરોડનું કરશે રોકાણ

ગુપ્તાંગમાંથી લોહી નીકળતું હતું, મહિલાના શરીર પર કપડાં નહોતા... ગેંગ રેપનો ભોગ બનેલી છોકરી રાજઘાટથી પગપાળા સરાય કાલેખાન પહોંચી હતી.

આજે છે જલરામ બાપાની જયંતી, જાણો આ મહાન સંત વિશે કેટલીક રોચક વાતો

મંદિરમાંથી 78 લાખની કિંમતના 6 સોનાના હાર ચોરાયા, કોઈ પુરાવા ન મળતા પોલીસે આ રીતે કરી આરોપીની ધરપકડ

આગળનો લેખ
Show comments