Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાંતિ બિઝનેસ સ્કૂલ"માં યોજાયો ઓનલાઈન દીક્ષાંત સમારંભ

Webdunia
હાલમાં જ અમદાવાદ સ્થિત ગુજરાતની અગ્રગણ્ય મેનેજમેન્ટ શિક્ષણ સંસ્થા "શાંતિ બિઝનેસ સ્કૂલ" (એસબીએસ) દ્વારા ૨૦૧૮-૨૦૨૦ની બેચના "પીજીડીએમ" અને "પીજીડીએમ-સી"ના વિદ્યાર્થીઓ માટે ૯મો દીક્ષાંત સમારંભ ઓનલાઈન યોજાયો. કોવીડ-૧૯  રોગચાળાને કારણે ઓનલાઈન રાખવામાં આવેલા આ દીક્ષાંત સમારંભમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કરનાર ૨૦૧૮-૨૦૨૦ બેચના વિદ્યાર્થીઓ ઉપરાંત, તેમના માતાપિતા અને વર્તમાન બેચના વિદ્યાર્થીઓએ ઓનલાઇન ભાગ લીધો હતો. કુલ ૧૪૨ વિદ્યાર્થીઓએ તેમના માર્કેટિંગ, એચ.આર, ફાઇનાન્સ, કોમ્યુનિકેશન તેમજ અન્ય વિષયોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રાપ્ત કર્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ  "શાંતિ બિઝનેસ સ્કૂલ"ના બધાજ  વિદ્યાર્થીઓનુ યોગ્ય પ્લેસમેન્ટ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ખુશ જણાતા હતા.
 
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે  ઉપસ્થિત રહેલા સેપ્ટ યુનિવર્સીટીના પ્રોફેસર અને પ્રોવોસ્ટ અને લાલભાઇ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડોલોજી, અમદાવાદના ડિરેક્ટર પ્રો. ત્રિદિપ સુહરુદે તેમના વક્તવ્યમાં કહ્યું કે "મહામારીને કારણે છેલ્લા કેટલાક મહિના દરમ્યાન ઉદ્દભવેલી કઠિન પરિસ્થતિ અને લોકડાઉને આપણને મેનેજમેન્ટના પાઠ જેમ કે "કેવી રીતે અનિશ્ચિત પરિસ્થિતિનો સામનો કરવો?", "ઓછા સંસાધનોથી કેવી રીતે નિર્વાહ કરવો?" વગેરે શિખવ્યા છે. 
 
ઉપરાંત તેમણે જણાવ્યું કે "દરેક વ્યક્તિએ જીવન પર્યન્ત હંમેશા શીખતા રહેવાની આદત કેળવવી જોઈએ, આ મહામારીએ આજના વાતાવરણમાં રહેલી ગતિશીલતાનો અનુભવ કરાવ્યો છે, જ્યાં સ્કિલિંગ, રિસ્કિલિંગ,અને ક્રોસસ્કીલિંગની આવશ્યકતા પડે છે. જો આપણે ઇતિહાસ જોઈએ તો દરેક મોટી કુદરતી કે માનવ સર્જીત આફતો પછી માનવજાત વધારે સમજદાર બનીને બહાર આવી છે. વધુમાં  તેમણે "ન્યુ નોર્મલ"ને સફળતા પૂર્વક લાગુ કરવા બદલ "એસબીએસ"ના નેતૃત્વને અભિનંદન આપ્યા હતા."
 
આ કાર્યક્રમમાં એકેડમિક એક્ષલન્સ માટેનું સુવર્ણચંદ્રક હર્ષિતા ગોડાવતને આપવામાં આવ્યું હતું અને ૨૦૨૦ની બેચના શ્રેષ્ઠ વિદ્યાર્થીની ટ્રોફી ગૌતમ સરકારને એનાયત કરવામાં આવી હતી. બ્રિજમોહન, ગવર્નિંગ બોર્ડના અધ્યક્ષ, દિક્ષાંત સમારોહના અધ્યક્ષ સ્થાને હતા. "શાંતિ બિઝનેસ સ્કૂલ"ના  ડિરેક્ટર ડો નેહા શર્માએ પુરસ્કારો મેળવનારા અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા તેમજ વિદ્યાર્થીઓને  ઉજ્જવળ ભવિષ્ય માટે શુભ કામનાઓ આપી હતી અને  ડિપ્લોમા પ્રાપ્ત કરવા માટે વર્ચ્યુઅલ રીતે હાજર રહેવા બદલ વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -મંત્રી ગામમાં

Somnath jyotirlinga temple- સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર

ગુજરાતી જોક્સ - વેલેન્ટાઈન ડે

ગુજરાતી જોક્સ - હું મૂર્ખ છું.

ગુજરાતી જોક્સ - તું કેટલો મૂર્ખ છે

વધુ જુઓ..

નવીનતમ

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

Christmas Outfit Ideas ઓફિસ ક્રિસમસ પાર્ટી માટે 5 બેસ્ટ આઉટફિટ

Chocolate Cupcakes થી ક્રિસમસને બનાવો ખાસ, જાણો રેસિપી

Chicken curry - સ્વાદિષ્ટ ચિકન કરી બનાવવાની સરળ રીત, સ્વાદ એવો છે કે તમે તેને ખાવા લલચાશો.

Rum Cake Recipe - રમ કેક રેસીપી

આગળનો લેખ
Show comments