Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં અલકાયદાએ હુમલો કરવાની ધમકી આપતા ગાંધીનગરમાં વીવીઆઈપી વિસ્તારમાં સુરક્ષા સઘન કરાઈ

Webdunia
શુક્રવાર, 10 જૂન 2022 (10:00 IST)
મહંમદ પયગંબર સાહેબ અંગે ભાજપના મહિલા પ્રવક્તાએ નિવેદન આપતા અલ-કાયદા દ્વારા દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં હુમલો કરવાની ધમકી આપવામાં આવી છે. જેનાં પગલે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વીવીઆઈપી સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી દઈ પેટ્રોલિંગ વધારી સઘન વાહન ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે.ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કરેલી વિવાદિત ટિપ્પણી બાદ દેશમાં તણાવનો વધી રહ્યો છે. આ વચ્ચે આતંકવાદી સંગઠન અલ-કાયદાએ પયગંબરના અપમાનનો બદલો લેવા માટે દેશમાં આતંકી હુમલાની ધમકી આપી છે.

આતંકી સંગઠનની ધમકી બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. જેનાં પગલે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.ગાંધીનગરમાં મંત્રી નિવાસ, સચિવાલય, રાજ્યપાલ નિવાસ, મહાત્મા મંદિર તેમજ ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ આવેલા હોવાથી ગાંધીનગર પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. વીવીઆઈપી વિસ્તારોમાં પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે. શહેરનાં પ્રવેશ દ્વારે વાહન ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.આતંકી સંગઠન અલકાયદાએ એક ધમકીભર્યો પત્ર જાહેર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું કે, તે પયગંબરના અપમાનનો બદલો લેવા માટે મુંબઈ, ગુજરાત, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આત્મઘાતી હુમલા કરશે. અલકાયદાના ધમકીભર્યા પત્રમાં કહેવામાં આવ્યું કે, ભગવા આતંકવાદીઓએ હવે દિલ્હી, બોમ્બે, યુપી અને ગુજરાતમાં પોતાના અંતની રાહ જોવી જોઈએ. આવું પ્રથમવાર જોવા મળ્યું છે જ્યારે અલ-કાયદાએ વિશિષ્ટ શહેરોનું નામ લઈને ધમકી જાહેર કરી છે.રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વીવીઆઈપી સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. આ સિવાય સર્વેલન્સ કેમેરા થકી પણ શહેરમાં બાઝ નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને વીવીઆઈપી વિસ્તારોમાં થતી અવરજવર તેમજ શંકાસ્પદ ગતિવિધિઓ ઉપર વિશેષ ધ્યાન કેંદ્રિત કરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments