Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૌરાષ્ટ્રમાં વરસાદના આગમનથી કેસર કેરીના ભાવ ગગડ્યાં

સૌરાષ્ટ્ર
Webdunia
શનિવાર, 3 જૂન 2017 (14:10 IST)
સૌરાષ્ટ્રમાં વરસાદના આગમનની કેસર કેરી સસ્તી થતાં ૧૦ કિલોની કાચી કેરીના ભાવ ગગડીને પ્રતિ બોકસ ૩૦૦ સુધી પહોંચી ગયા છે. જ્યારે પાકી કેરીના ૧૦ કિલો દીઠ ભાવ ૩૭૦ થી રૂ.૪૦૦ થઇ ગયા છે. છુટક બજારમાં પકાવેલી કેરીનો ભાવ રૂ.પ૦ થી ૬૦ પ્રતિ કિલો થયો છે.
 
કેરીના વેપારીઓના   જણાવ્યા અનુસાર સોમવારે ભીમ અગિયારશ છે. આ દિવસે કેરીની માગ વધુ રહે છે. તેથી વેપારીઓ બે દિવસ ભાવ ઘટાડો નહીં કરવાના મૂડમાં છે. સોમવાર પછી કેરીના ભાવ વધુ ગગડે તેવી શક્યતા છે. કેસર કેરીનું મુખ્ય હબ ગણાતા તાલાલા યાર્ડમાં કેરીની આવકનું પ્રમાણ વધી રહ્યું છે. હાલમાં સૌરાષ્ટ્રનું હવામાન વરસાદી બનતા આવકો સાથે ભાવ પણ તૂટવા લાગ્યા છે. છેલ્લા ૩ જ દિવસમાં પ્રતિ બોક્સ ભાવ રૂ.૧૦૦ તૂટીને ગઇ કાલે ૩ર,પ૦૦ બોક્સની આવકે દસ કિલોના એક બોક્સ દીઠ રૂ.૧પ૦ થી ૩પ૦માં હોલસેલમાં વેચાણ થયાં હતાં.
 
યાર્ડનાં સૂત્રોના જણાવ્યા અનુસાર કેરીનો પાક સારો હોવાથી આવકનું પ્રમાણ વધ્યું છે. આવકની શરૂઆતમાં કેસર કેરીના બોક્સના ભાવ રૂ.પ૦૦ થી ૬૦૦ હતા જ્યારે પાકી કેરીના કિલો દીઠ ભાવ રૂ.૭૦ થી ૧૦૦ હતા તે મેઘરાજાની વહેલી એન્ટ્રીના કારણે રૂ.પ૦ થી ૬૦ થયા છે. ર૩ મેના રોજ તાલાલા યાર્ડમાં કેરીના ર૯,પ૦૦ બોકસની આવક સામે ભાવ ૧૬૦થી ૪૬૦ બોલાયા હતા. જે ર જૂનના રોજ ૩ર,પ૦૦ બોકસની આવક સામે રૂ.૧૩૦ બોલાયા છે. કેસર કેરીનાે પાક હાલમાં મોટા પાયે તૈયાર થયેલો છે. આંબા પર મોટા કદની કેરીઓ ઝૂલતી હતી. પરંતુ વંટોળ અને વરસાદે આંબે ઝૂલતી કેરીઓ ખેરવી નાખી છે. ખેડૂતોને વહેલા વરસાદના કારણે કેરીના ભાવમાં નુકસાન થશે પરંતુ સામાન્ય લોકોને બજારમાં ઓછા ભાવની કેરી ખાવા મળશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Smart TV Cleaning Mistakes: સ્માર્ટ ટીવી સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ 5 ભૂલો, નહીં તો બગડી શકે છે પિક્ચર ક્વોલિટી

Pope Francis Funeral: શું મૃત્યુ બાદ પોપનું હૃદય કાઢવામાં આવશે, જાણો હવે શું થશે?

Child Story - તોફાની મરઘા અને સમડી

ગુજરાતી રેસીપી- મલાઈ સીખ

મીઠી અને ખાટી કેરીના પાપડ તરત જ તૈયાર થઈ જશે, આ રહી સરળ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments