Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં બે દિવસમાં વરસાદી પુરમાં ફસાયેલા 1617 લોકોનું રેસ્ક્યૂ, 14 હજારનું સ્થળાંતર

Webdunia
શુક્રવાર, 26 જુલાઈ 2024 (18:30 IST)
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સતત મોનીટરીંગ કરીને રાહત બચાવ કામગીરી NDRF અને SDRFની ટીમો દ્વારા કરવામાં આવી રહી છે. રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝીરો કેઝ્યુલીટીના અભિગમ સાથે યુધ્ધના ધોરણે રાહત બચાવ કામગીરી ચાલી રહી છે.
 
નર્મદા જિલ્લામાં ૧૭ નાગરિકોને સ્થળાંતરીત કરાયા
રાજ્યભરમાં વરસી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવનને અસર પહોંચી છે. જેને ધ્યાને લઈ છેલ્લા બે દિવસમાં કુલ ૧૪,૫૫૨ નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરીત કરવામાં આવ્યા છે જેમાં સુરત જિલ્લામાં ૩,૭૦૭ નાગરિકો, નવસારીમાં ૨,૯૭૮, વડોદરામાં ૧,૮૭૭, પોરબંદરમાં ૧,૫૬૦, જુનાગઢમાં ૧,૩૬૪, ભરૂચમાં ૧,૦૧૭,  તાપીમાં ૯૧૮, આણંદમાં ૬૦૪, દેવભુમિ દ્વારકામાં ૩૦૪, વલસાડમાં ૧૫૦, પંચમહાલમાં ૫૬ જ્યારે નર્મદા જિલ્લામાં ૧૭ નાગરિકોને સ્થળાંતરીત કરાયા છે. 
 
નવસારીમાં ૨૨૦૦ લોકોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યા
છેલ્લા બે દિવસમાં કુલ ૧,૬૧૭ નાગરિકોનું રેસ્ક્યું કરવામાં આવ્યા છે. જેમાં આણંદ જિલ્લામાં ૫૪૦ નાગરિકો, સુરતમાં ૩૫૩, વડોદરામાં ૨૬૨, જામનગરમાં ૧૫૧, પોરબંદરમાં ૧૨૧, તાપીમાં ૧૦૬, દેવભુમિ દ્વારકામાં ૫૯, ભરૂચમાં ૧૧ તથા નવસારી અને કચ્છમાં ૭ નાગરિકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.આજે નવસારીની પૂર્ણા નદી તેની ભયજનક સપાટીની ઉપરથી વહી રહી છે. જેના પરિણામે નવસારી જિલ્લામાં હાલ સુધી અંદાજિત ૨૨૦૦ લોકોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે.
 
પૂર્ણા નદીમાં જળસ્તરે ભયજનક સપાટી વટાવી
આ ઉપરાંત નવસારી તાલુકાના અડદા ખાતે કનાઈ ખાડીમાં પાણી વધતા ફસાયેલા સાત લોકોનું નવસારી ફાયર ટીમ દ્વારા સલામ રીતે રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થાને સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. પૂર્ણા નદીમાં જળસ્તરે ભયજનક સપાટી વટાવી જતાં પ્રસાશન દ્વારા તકેદારીના ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તારોના લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાયું હતું. જેમાં મહુવા તાલુકાના મહુવા, રાણત, બુધલેશ્વર અને મિયાપુર ગામમાંથી કુલ ૧૭૧ લોકોની પ્રાથમિક શાળા અને શોપિંગ સેન્ટર ખાતે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્રની 288 બેઠકો પર આજે મતદાન, કાકા-ભત્રીજા, ઉદ્ધવ-શિંદે અને BJPના ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર

Cash-for-votes - મહારાષ્ટ્રમાં Cash for Vote ના મામલે FIR, બીજેપી નેતા વિનોદ તાવડે પર વોટર્સને પૈસા વહેચવાનો આરોપ

Valsad News - શિવલિંગ પર જળ ચઢાવી રહેલ વ્યક્તિને આવ્યો હાર્ટ એટેક, એક જ ઝટકામાં થયુ મોત - CCTV ફુટેજ વાયરલ

Tirupati શું બિન-હિન્દુ કર્મચારીઓને મંદિરમાંથી કાઢી મૂકવામાં આવશે? હવે દર્શન માટે AIનો ઉપયોગ કરવામાં આવશે

IPL 2025: શુ RCB માં થશે આ ખેલાડીઓનુ કમબેક ? આ છે સૌથી મોટા દાવેદાર

આગળનો લેખ
Show comments