Dharma Sangrah

રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના દરમાં કરાયો ઘટાડો, હવે આટલામાં મળશે ટિકીટ

Webdunia
ગુરુવાર, 25 નવેમ્બર 2021 (10:59 IST)
કોરોનાકાળમાં રેલવે સ્ટેશન પર પ્રવાસીઓના ધસારા પર કાબૂ મેળવવા માટે પશ્ચિમ રેલવેના દ્વારા રેલવે પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો કરીને 50 કરી દેવામાં આવ્યા હતા. પરંતુ પરિસ્થિતિ સામાન્ય થતા અમદાવાદ રેલવે મંડળ દ્વારા પ્લેટફોર્મ ટિકિટના દરમાં ઘટાડો કરી રેલવેના મુસાફરોને મોટી રાહત આપવામાં આવી છે.
 
અમદાવાદના મંડળ રેલ પ્રબંધક તરુણ જૈનના જણાવ્યા અનુસાર, કોરોનાના સમયગાળા દરમિયાન રેલવે સ્ટેશનો પર મુસાફરોના બિનજરૂરી ધસારાને નિયંત્રણમાં લેવાને કારણે અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, ભુજ, મહેસાણા, વિરમગામ, મણિનગર, સામખિયાળી, પાટણ, ઊંઝા, સિદ્ધપુર, સાબરમતી (રાણીપ) અને સાબરમતી બી.જી. (ધરમનગર) રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના દરમાં રૂ. 30નો વધારો કરવામાં આવ્યો હતો જેને ફરી 10 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. 
 
આ રીતે અમદાવાદ મંડળના તમામ નાના-મોટા સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ 10 રૂપિયા કરવામાં આવ્યો છે. રેલવે મુસાફરોને રાહત આપતો આ નિર્ણય 24 નવેમ્બરથી શરૂ થયો છે. 
 
પ્લેટફોર્મ ટિકિટ
પ્લેટફોર્મ ટિકિટ મુસાફરને ટ્રેનમાં ચઢવા માટે પાત્ર બનાવે છે. આ સાથે યાત્રીને તે સ્ટેશનથી ભાડુ ચુકવવું પડશે, જ્યાંથી તેણે પ્લેટફોર્મ ટિકિટ ખરીદી છે. ભાડુ વસુલવા સમયે ડિપાર્ચર સ્ટેશન પણ તે સ્ટેશનને માનવામાં આવશે અને યાત્રાનું ભાડુ પણ તે શ્રેણીનું વસૂલ કરવામાં આવશે, જેમાં તે સફર કરી રહ્યો હશે. 
 
ટિકિટ ખોવાય જાય તો શું કરશો
જો તમે ઈ-ટિકિટ લીધી છે અને ટ્રેનમાં બેસવા સમયે તમારી ટિકિટ ગુમ થઈ ગઈ છે તો તમે ટિકિટ ચેકરને 50 રૂપિયા પેનલ્ટી આપી તમારી ટિકિટ મેળવી શકો છો. ટ્રેનમાં યાત્રા પહેલા આ મહત્વના નિયમો હંમેશા ધ્યાનમાં રાખો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - પૈસાનું કોઈ મહત્વ નથી.

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

આગળનો લેખ
Show comments