Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં ઈન્કમટેક્સની 35થી વધુ સ્થળો પર રેડ, જ્વેલર્સ ઉદ્યોગમાં ફફડાટ ફેલાયો

Webdunia
બુધવાર, 13 સપ્ટેમ્બર 2023 (12:48 IST)
surat income tax
સુરતમાં ડાયમંડ જ્વેલર્સ સાથે જોડાયેલા ગ્રુપો પર આઈટીની રેડ શરૂ થઈ ગઈ છે. 100થી વધુ અધિકારીઓની ટીમ દ્વારા જ્વેલર્સમાં સર્ચ ઓપરેશન હાથ ધરાતા સમગ્ર શહેરના વેપારીઓ અને બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે. આઈટીના અધિકારીઓની ત્રણ ટીમોએ 35થી વધુ સ્થળો પર સર્ચ ઓપરેશન કરી રહી છે.

સુરતમાં પાર્થ ગ્રુપ, અક્ષર ગ્રુપ અને કાંતિલાલ જ્વેલર્સને ત્યાં ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે. ઇન્કમટેક્સના 100થી પણ વધુ અધિકારીઓ આ ઓપરેશનમાં જોડાયા છે. તપાસના અંતેમોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે.આવકવેરા વિભાગ દ્વારા મોટાપાયે સર્ચ ચોપરેશન શરૂ કરી દેવાયું છે. સુરતમાં ડાયમંડ અને જ્વેલર્સ ઉદ્યોગ સાથે સંકળાયેલા ત્રણ મોટા ગ્રુપને ત્યાં સર્ચ ઓપરેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરતના જાણીતા કાંતિ જ્વેલર્સ, પાર્થ ગ્રુપ અને અક્ષર ગ્રુપના ત્યાં ઇન્કમટેક્સના અધિકારીઓ દરોડાની કામગીરીમાં જોડાયા છે. એટલું જ નહીં પરંતુ રાજકોટ ખાતે પણ બે સ્થળો ઉપર સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આધારભૂત સૂત્રોના મતે 100 જેટલા અધિકારીઓ અલગ અલગ ટીમ બનાવીને કામે લાગ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - કેટલા કરોડ વર્ષ

ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરો વર્ગમાં આવ્યો

ગુજરાતી જોક્સ - ગરોળી બની

ગુજરાતી જોક્સ - ભગવાન ક્યાં છે?"

ગુજરાતી જોક્સ - બારમાં દારૂ પીને

વધુ જુઓ..

નવીનતમ

Kids Story- બિલાડી અને ઉંદરની વાર્તા,

બ્લડ શુગર લેવલ પર મેળવવો છે કાબૂ તો રોજ સવારે પીવો આ બીજનુ પાણી

હાથ પગમાં ઝણઝણાટીમાં ધ્રુજારી એ ગંભીર સમસ્યાની નિશાની છે?

મોંઘા ફ્રેશનર ખરીદવાની જરૂર નહીં પડે, આ 10 રૂપિયાની વસ્તુ આખી કારને સારી સુગંધ આપી શકે છે.

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

આગળનો લેખ
Show comments