Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત હાઉસિંગ બોર્ડના જૂના મકાનોના રિ-ડેવલપમેન્ટને વેગ મળશે, દસ્તાવેજના વિલંબ માટે લેવાતા ચાર્જમાં રાહત

Webdunia
શુક્રવાર, 1 માર્ચ 2024 (14:58 IST)
- હાઉસિંગ બોર્ડના જુના મકાનોનું રિ-ડેવલપમેન્ટ ઝડપથી થઈ શકે તે હેતુસર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો
- જંત્રી રેટના બદલે વપરાશ ફી નિયત એટલે કે ફિક્સ કરી દેવાશે
- મકાનો માટે વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ તથા અન અધિકૃત બાંધકામની વપરાશ ફી ની રકમમાં રાહત

 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસિંગ બોર્ડના જુના મકાનોનું રિ-ડેવલપમેન્ટ ઝડપથી થઈ શકે તે હેતુસર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.આવા મકાનોના રહેણાંકના માલિકી હક્ક અને દસ્તાવેજના થતા પ્રશ્નો નિવારી શકાશે. માલિકી હક્ક પ્રસ્થાપિત નહીં થવાને કારણે ફ્લેટ પ્રકારના મકાનોમાં રિ-ડેવલપમેન્ટ પોલિસીના અમલમાં આવતું વિઘ્ન પણ દૂર થશે. ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સ્લમ ક્લિયરન્સ સેલ દ્વારા રાજ્યમાં બનાવવામાં આવેલા મકાનો માટે વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ તથા અન અધિકૃત બાંધકામની વપરાશ ફી ની રકમમાં રાહત આપવા અંગે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. આ સુધારા થવાના પરિણામે મકાન ધારકોને મોટી રાહત મળશે.   
 
જંત્રી રેટના બદલે વપરાશ ફી નિયત એટલે કે ફિક્સ કરી દેવાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન કરીને પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી હતી. હાઉસિંગ બોર્ડના મકાનોમાં ટ્રાન્સફર ફી ના કિસ્સામાં મૂળ લાભાર્થી બાદ ઉત્તરોત્તર પાવર ઓફ એટર્નીના આધારે દરેક ટ્રાન્સફર દીઠ લેવાતી ટ્રાન્સફર ફી વન ટાઈમ વસૂલવામાં આવશે. આ વન ટાઈમ ફી નું ધોરણ EWS માટે રૂ. ૨ હજાર, LIG માટે રૂ. ૧૦ હજાર, MIG માટે રૂ. ૧૪ હજાર અને HIG માટે રૂ. ૨૦ હજાર સૂચવવામાં આવ્યું છે. ફ્લેટ પ્રકારના મકાનો માટે અન અધિકૃત બાંધકામની વપરાશ ફી હાલ જંત્રીના દરે વસૂલવામાં આવે છે. આના પરિણામ સ્વરૂપે મકાન ધારકો તે ફી ભરી શકતા ન હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે ઉદાર અભિગમ અપનાવીને એવું નક્કી કર્યું છે કે, જંત્રી રેટના બદલે વપરાશ ફી નિયત એટલે કે ફિક્સ કરી દેવાશે.
 
દસ્તાવેજના વિલંબ માટે લેવાતા વિલંબિત ચાર્જમાં રાહત
25 ચોરસ મીટર સુધીના અન અધિકૃત બાંધકામ વપરાશની ફી હવે જંત્રી દરને બદલે EWSમાં રૂ.10 હજાર,  LIGમાં રૂ. 20 હજાર, MIGમાં રૂ. 30 હજાર અને HIGમાં રૂ. 60 હજાર પ્રમાણે લેવાશે. આ ઉપરાંત 25 ચોરસ મીટર કરતાં વધારે અન અધિકૃત બાંધકામ વપરાશની ફી પણ જંત્રી દરને બદલે EWSમાં રૂ. 20 હજાર, LIGમાં રૂ. 40 હજાર, MIGમાં રૂ. 60 હજાર અને HIGમાં રૂ. 1.20 લાખ પ્રમાણે નિયત કરી દેવાશે. મુખ્યમંત્રીએ ગુજરાત હાઉસિંગ બોર્ડની યોજનાઓમાં ભાડા ખરીદ સમય પૂરો થાય કે મકાનની 100 ટકા રકમ ભરપાઈ કર્યા બાદ વિલંબથી થતા દસ્તાવેજોમાં વિલંબિત ચાર્જ પેટે પ્રતિ વર્ષે રૂ. 1 હજારના સ્થાને વન ટાઈમ વસુલાત EWS માટે રૂ. 2 હજાર, LIG માટે રૂ. 4 હજાર, MIG માટે રૂ. 6 હજાર અને HIG માટે રૂ. 10 હજાર કરવાનો નિર્ણય પણ કર્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પપૈયાના પાન ડેન્ગ્યુમાં સંજીવની ઔષધિ તરીકે કરે છે કામ, પ્લેટલેટ્સ વધારવામાં કરે છે મદદ, જાણો કેવી રીતે પીવું?

શું છે બ્રાઝિલ અખરોટ, જે ખાવાનું ચલણ ભારતમાં વધી રહ્યું છે, તે થાઇરોઇડને નિયંત્રિત કરવામાં અસરકારક છે.

ગુજરાતી વાનગી - ગોળ- પાપડી

Parenting Tips: શું તમારું બાળક આખો દિવસ ફોન પર રીલ્સ અને શોર્ટ્સ જુએ છે? આ ટિપ્સની મદદથી તમે આ આદતથી છૂટકારો મેળવશો

ચોમાસાની ઋતુમાં ભૂલથી પણ ન ખાશો આ ફુડ્સ, વધી જશે ઈંકેશનનો ખતરો, તરત થઈ જાવ એલર્ટ

વધુ જુઓ..

નવીનતમ

'કલ્કિ 2898 AD' એ રચ્યો ઈતિહાસ, શાહરૂખ ખાનની જવાન ને છોડી પાછળ, બની સૌથી ઝડપી 500 કરોડ કમાવનારી ફિલ્મ

અનંત-રાધિકાના સંગીતના સૌથી મોઘા સ્ટાર જસ્ટીન બીબર, વાર્ષિક 2350 કરોડની કમાણી કરનાર જસ્ટિન બીબરની નેટવર્થ કેટલી ?

હવે પ્રભાસની કલ્કિ 2898 એડી પર ભડક્યા મુકેશ ખન્ના, બતાવી આ મોટી ભૂલ, સરકારને કરી વિનંતી

કેન્સરની લડાઈમાં હિના ખાને કપાવ્યા પોતાના વાળ, કીમોથેરેપી પહેલા 6 મિનિટનો વીડિયો જોઈને કંપી જશો તમે

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments