Webdunia - Bharat's app for daily news and videos

Install App

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાએ ભાજપનો ખેસ ધારણ કર્યો

Webdunia
સોમવાર, 4 માર્ચ 2019 (13:11 IST)
લોકસભા ચૂંટણીના પડઘમ વાગવાની તૈયારી છે એવામાં જ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ રાજકારણમાં એન્ટ્રી મારીને બધાને આશ્ચર્યમાં પાડી દીધા છે. લોકસભા ચૂંટણીની બરાબર પહેલા જ જાડેજાની પત્ની રિવાબાએ ભાજપ સરકાર સાથે હાથ મિલાવી લીધો છે. તેઓ રવિવારે સાંજે જામનગરમાં ગુજરાતના કૃષિ મંત્રી આર.સી. ફળદુ અને સાંસદ પૂનમ મદામની હાજરીમાં પાર્ટીમાં સામેલ થયા હતા. રિવાબા જાડેજાના રાજકારણમાં પ્રવેશ કરવાથી લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપને લાભ મળી શકે છે. મંત્રી આર.સી. ફળદુ અને સાસંદ પૂનમ માડમની હાજરીમાં રિવાબા જાડેજાને વિધિવત રીતે ભાજપનો ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. જામનગરમાં આવેલ ભાજપના કાર્યાલયમાં પાર્ટીના નેતાઓનું માનવું છે કે, રિવાબા દ્વારા ખાસકરીને યુવાઓને આકર્ષવામાં મદદ મળશે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં ૭૫૦ પથારીઓની વ્યવસ્થા સાથેની નવી તૈયાર થયેલી ગુરુગોવિંદ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. નોંધનીય છે કે રિવાબા જાડેજા ગુજરાત કરણી સેનાનાં મહિલા પ્રમુખ છે.
 
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments