Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં પરીણિત યુવકે સગીરાને પિંખી નાંખી, ભાંડો ફૂટતા દવા પીધી

Webdunia
શનિવાર, 1 જુલાઈ 2023 (23:06 IST)
ગીરીશ સિંધવ અને કિંજલ મુખ્ય આરોપી સંજય વાઘેલાની મદદ કરતા હતા
મુખ્ય આરોપી સંજય વાઘેલાએ દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર અર્થે ખસેડાયો
 
 રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. એક દિવસ પહેલાં જ બાપુનગર વિસ્તારમાં 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ ગર્ભવતી બની હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. હવે શહેરના અમરાઈવાડી વિસ્તારમાં એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. પરિણીત યુવકે સગીરાને પોતાની જાળમાં ફસાવીને તેના ઘરે તેમજ પોતાની સ્ત્રી મિત્રના ઘરે લઈ જઈને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસ સુધી પહોંચી છે. 
 
એક મહિના સુધી ચુપચાપ અત્યાચાર સહન કર્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમરાઈવાડીમાં રહેતી સગીરાને એક પરિણીત યુવકે અલગ અલગ જગ્યાએ લઈ જઈને 10થી વધુ વખત દુષ્કર્મ આચર્યું હતું. જોકે યુવકનો ભાંડો ફૂટતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની મદદ કરનાર બે આરોપીઓને ઝડપી લીધા છે, જોકે. મુખ્ય આરોપીએ પોલીસથી બચવા માટે દવા ગટગટાવતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.આરોપી એ સગીરાને ધમકી આપી હતી કે આ અંગે જો કોઈને કહેશે તો તે આત્મહત્યા કરી લેશે અને સગીરાના પરિવારને ફસાવી દેશે. જેથી સગીરા એક મહિના સુધી ચુપચાપ આ અત્યાચાર સહન કરતી હતી.
 
12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ
અમરાઈવાડી વિસ્તારમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાઈ છે. અમરાઈવાડી વિસ્તારમાં 12 વર્ષ 2 માસની સગીરાની માતાએ ફરિયાદ નોધાવી છે કે સંજય વાઘેલા નામના 26 વર્ષિય પરણીત યુવકે સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યુ છે. છેલ્લા એક મહિનાથી પરિચયમાં આવેલા સંજય વાઘેલાએ સગીરાને પોતાની વાતોમાં ભેળવી તેની સાથે સારિરીક સંબંધ બાધ્યા હતા. જોકે સગીરાએ પોલીસ સમક્ષ કબુલ્યુ હતુ કે સંજય તેના મિત્રના ઘરે પણ લઈ જઈ ત્યાં શરીર સંબંધ બાંધતો હતો. 
 
સંજયે સગીરા સાથે જબરદસ્તી સંબંધ બાંધ્યો 
અમરાઈવાડી પોલીસની તપાસમાં સામે આવ્યુ કે ઝડપાયેલ આરોપી ગીરીશ સિંધવ અને કિંજલ મુખ્ય આરોપી સંજય વાઘેલાની મદદ કરતા હતા. સગીરા અને સંજય જ્યારે  ગીરીશના ઘરે મળવા જતા ત્યારે ગીરીશ બહારથી તાળું મારીને જતો રહ્યો હતો, તે સમયે સંજયે સગીરા સાથે જબરદસ્તી સંબંધ બાંધ્યો હતો, સગીરાએ ના પાડવા છતાં આરોપીએ તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું, જે બાદ આ જ રીતે અવારનવાર તે સગીરાને ગીરીશ અને કિંજલના ઘરે લઈ જઈ સંબંધ બાંધતો હોવાનુ પોલીસ તપાસમાં સામે આવતા તેમની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી સંજય વાઘેલાએ દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જેથી તેની સારવાર ચાલુ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ કારણોથી શરીરમાં વધે છે બ્લડ પ્રેશર, જાણો High BP ને કંટ્રોલ કરવા માટે શુ કરવુ જોઈએ ?

બટાટા ચાટ મસાલા

Holi Special recipe- ઘુઘરા

હોળી પહેલા ઘરે જ બનાવો બજાર જેવી સફેદ ચિપ્સ, ફક્ત 5 રૂપિયાની આ વસ્તુ ઉમેરો.

Gujarati Essay Holi - હોળી પર નિબંધ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - દાદા દાદી

ગુજરાતી જોક્સ - 3 મહિના

ગુજરાતી જોક્સ - અરીસો બહાર કાઢ્યો

ગુજરાતી જોક્સ - તમે શું કરશો?

ગુજરાતી જોક્સ - પત્ની રોમેન્ટિક મૂડમાં

આગળનો લેખ
Show comments