Webdunia - Bharat's app for daily news and videos

Install App

રામમંદિર શિલાન્યાસ કાર્યક્રમમાં અયોધ્યા જવા કયા કયા સંતો અમદાવાદ એરપોર્ટથી થયા રવાના

ram temple
Webdunia
મંગળવાર, 4 ઑગસ્ટ 2020 (16:50 IST)
અયોધ્યામાં આવતી કાલે પાંચ તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિરના ભૂમિપૂજનની વિધી કરશે. ગુજરાતનાં 7 થી 10 જેટલા સંતોને રામ જન્મ ભૂમિ અયોધ્યા ખાતે યોજાનાર શિલાન્યાસ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામા આવ્યુ છે. ગુજરાતનાં 7 સંતો આજે અમદાવાદથી અયોધ્યા જવા રવાના થયાં છે. ગુજરાતમાંથી આમંત્રિત સંતોમાં અવિચલ દાસજી - સરસા, આણંદ, પરમાત્માનંદજી - રાજકોટ, કૃષ્ણમનીજી મહારાજ - પ્રણામી સંત સંપ્રદાય, શંભુનાથજી મહારાજ-ઝાંઝરકા, માધવપ્રિયદાસજી - છારોળી ગુરુકુલ અને અખિલેશ્વરદાસજી મહારાજ- અમદાવાદ આજે અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા માટે રવાના થયાં છે. આચાર્ય સભા તરફ થી 7 કિલો સોનુ અને ચાંદી અયોધ્યા રામ મંદીર ટ્રસ્ટં ને ભેટ આપવામા આવશે. અવિચલ દાસજીએ જણાવ્યું હતું કે, રામ મંદીર આંદોલન હવે સફળતાં તરફ જઇ રહ્યુ છે. અનેક સંતોને આમંત્રણ મળ્યું છે. અમને પણ આમંત્રણ મળ્યું છે. આ આનંદનો કોઈ પાર નથી. હિન્દૂ સમાજને અપમાનિત કરવા અને નબળો કરવો એ એક ષડયંત્ર હતુ. આઝાદી બાદ પણ આવી સ્થિતિ હતી. હવે સમય બદલાયો છે. હવે અમને એવું લાગે છે કે અમે અમારાં દેશમાં જીવીએ છીએ. પરમાત્મનાથજી સરસ્વતીએ જણાવ્યું હતું કે, રામ ભારતીય સંસ્કૃતિનાં આદર્શ છે. આંદોલનો ઘણા થયાં પણ જ્યાં સુધી રાજકીય ઇચ્છાશક્તિ ન હોય ત્યાં સુધી ન થાય. એ માટે હાલનાં રાજકીય નેતાઓને અભિનંદન. આચાર્ય સભા તરફથી બધાને શુભકામનાઓ. 15મી સદીથી જેમને જેમને ભોગ આપ્યો છે એમને નમન. આચાર્ય સભા તરફથી 7 થી 8 કિલો ચાંદી અને સોનુ આપીશું.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

યૂરિક એસિડ વધે તો કયા તેલમાં બનાવવી જોઈએ રસોઈ ? જાણો કુકિંગ માટે બેસ્ટ Oil

વધુ જુઓ..

નવીનતમ

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

RIP Manoj Kumar: આ ફિલ્મને જોતા જ મનોજ કુમારે બદલી નાખ્યુ હતુ પોતાનુ નામ, આ હતુ અસલી નામ

આગળનો લેખ
Show comments