Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં 500 એકર વિસ્તારમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનશે

Webdunia
ગુરુવાર, 10 જાન્યુઆરી 2019 (16:12 IST)
(File-Photo)
નવુ ગ્રીનફીલ્ડ એરપોર્ટ તૈયાર થતાં 280થી વધુ મુસાફરોની વાહન ક્ષમતા સાથેના એરબસ એ 320-200-બોઇંગ બી 737-900 જેવાં વિમાનોની સુવિધા રાજકોટ મહાનગર સહિત સૌરાષ્ટ્રને મળતી થશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટના નિર્માણ માટેના સમજૂતિ કરાર એમ.ઓ.યુ. કેન્દ્ર સરકારના એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડીયા અને ગુજરાતના નાગરિક ઉડ્ડયન વિભાગ વચ્ચે ગાંધીનગરમાં સંપન્ન થયા છે.  આ સમજૂતી કરાર મુજબ રાજકોટના હિરાસર નજીક નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ 3040 મીટર લાંબા અને 45 મીટર પહોળા રન-વે સાથે 2500 એકર વિસ્તારમાં નિર્માણ પામશે. 
આ નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ તૈયાર થતાં ૨૮૦ થી વધુ મુસાફરોની વહન ક્ષમતા સાથે તીવ્ર ગતિ 5,375 કીલોમીટરના વેગથી ઉડ્ડયન કરી શકે તેવા ‘સી’ પ્રકારના એરબસ [એ 320-200], બોઇંગ [બી 737-900] જેવાં વિમાનોની સુવિધા રાજકોટ મહાનગર સહિત સૌરાષ્ટ્રને મળતી થશે.  આ સુચિત એરપોર્ટ ઉપર સમાંતર બે ટેક્ષી-વે રહેશે. તથા એપ્રન, રેપીડ એક્ઝીટ ટેક્ષી ટ્રેક, ટર્મિનલ બિલ્ડીંગ, કાર્ગો, એમઆરઓ/હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થવાની છે. 
સમગ્રતયા આ એરપોર્ટ ૧૦૩૩ હેકટર જેટલા વિસ્તારમાં નિર્માણ થવાનું છે તેમાં 1500 એકર જમીન એરપોર્ટ ડેવલપમેન્ટ માટે, 250 એકરનો ગ્રીન ઝોન હશે, 524 એકર સીટી સાઈડ પેસેંજર સુવિધા માટે અને એવીએશન પાર્ક માટે 250 એકર જમીનનો ઉપયોગ થનાર છે.  આ એરપોર્ટના નિર્માણનો સમગ્રતયા રૂ. રપ૦૦ કરોડનો ખર્ચ તબક્કા વાર એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડીયા કરશે અને એરપોર્ટ માટેની જમીન રાજ્ય સરકાર ઉપલબ્ધ કરાવશે.

સંબંધિત સમાચાર

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments