Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં હજુ પણ બે દિવસ સુધી વરસાદી ઝાપટા પડવાની હવામાન વિભાગે આગાહી

Webdunia
રવિવાર, 10 ઑક્ટોબર 2021 (11:58 IST)
રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં સિઝનનો મોટા ભાગનો વરસાદ ખાબકી ચુક્યો છે જો કે હાલ કોઈ એવી સિસ્ટમ સક્રિય નથી થઈ જેથી વરસાદ પડવાની સંભાવનાઓ સેવી શકાય પરતું અગાઉ રાજ્યમાં ખાબકેલા વરસાદ બાદ વાતાવરણમાં હજુ પણ ભેજ જોવા મળી રહ્યો છે જેની અસરને કારણે નવરાત્રીમાં પણ વરસાદ પડે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 
અમદાવાદમાં હજુ પણ બે દિવસ સુધી વરસાદી ઝાપટા પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સાથે સૌરાષ્ટ અને દક્ષિણ ગુજરાતમાં પણ 3 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 96 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. જેમાં થોડા ઘણા અંશે જ વરસાદની ઘટ જોવા મળી રહી છે એવામાં જો હવામાન વિભાગની આગાહી સાચી પડે તો બાકી રહેલી ઘટ પણ પૂરી થવાની સંભાવના સેવવામાં આવી રહી છે. 
 
નવરાત્રિના પ્રથમ દિવસે જ મેઘરાજાએ ખેલૈયાઓની મજા બગાડી હતી. અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતાં માંડવી અને મંડપો પલળી ગયાં હતાં. રાજ્યમાં અરબ સાગરમાં રહેલો ભેજ હજી વરસાદ ખેંચી લાવે તેમ છે. જેથી નવરાત્રિના દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાંથી ચોમાસુ પૂર્ણ થઈ ગયુ છે. પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજી આંશિક અસર યથાવત રહેશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ સામાન્ય છૂટો છવાયો વરસાદ આવી શકે છે. હાલ કોઈ વિશેષ સિસ્ટમ અસ્તિત્વમાં નથી, પરંતુ સ્થાનિક વાતાવરણના કારણે હળવો વરસાદ આવી શકે.
 
 
આ વખતે ઓક્ટોબરના બીજા સપ્તાહથી ચોમાસુ વિદાય લઈ રહ્યું છે
સામાન્ય રીતે 17 સપ્ટેમ્બર બાદ ચોમાસાની વિદાય શરૂ થાય છે પરંતુ આ વખતે ઓક્ટોબરના બીજા સપ્તાહથી ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓક્ટોબરના બીજા સપ્તાહથી ગુજરાતમાં રાત્રે ઠંડીના ચમકારા અને બપોરે આકરો તાપ લાગશે. જેથી બેવડી મોસમ શરૂ થશે. જો કે નવેમ્બર મહિનામાં પારો 30 ડિગ્રીની નીચે જવાની શક્યતાઓ છે. જેથી લોકોને ગરમી અને બફારાથી છુટકારો મળે તેવી શક્યતાઓ છે.
 
14 જિલ્લામાં સીઝનનો 100%થી વધુ વરસાદ
ગુજરાતમાં જૂનથી ઓગસ્ટ દરમિયાન માત્ર 14.31 ઈંચ વરસાદ નોંધાતાં વરસાદની ઘટની ભીતિ સર્જાઇ હતી. સપ્ટેમ્બરના પ્રારંભે વરસાદની 45%થી વધારે ઘટ હતી, પરંતુ સપ્ટેમ્બરમાં 16.77 ઈંચ સાથે જ રાજ્યમાંથી વરસાદની હવે ઘટ પણ રહી નથી. રાજ્યના 33માંથી 14 જિલ્લામાં સીઝનનો 100%થી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. એમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, આણંદ, ભરૂચ, કચ્છ, ભાવનગર, બોટાદ, વલસાડ, છોટાઉદેપુર, નર્મદાનો સમાવેશ થાય છે, જેમાં જામનગર જિલ્લામાં સીઝનનો સૌથી વધુ સરેરાશ 138% વરસાદ નોંધાઇ ચૂક્યો છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં 24 ટકા વધુ વરસાદ
ગુજરાતમા જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ સુધી જાણે દુકાળ પડવાનો હોય તેવી સ્થિતિ હતી. પરંતુ સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી જ રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયાં હતાં અને સમગ્ર સિઝનની ખોટ પૂર્ણ કરી દીધી હતી. સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટી થતાં ખેડૂતોને સૌથી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થતાં મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની મહત્તમ ઘટ 15 ટકા છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં 24 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
14 જિલ્લામાં સરેરાશ 100 ટકાથી વધુ વરસાદ
ગુજરાતમાં જૂનથી ઓગસ્ટ દરમિયાન માત્ર 14.31 ઈંચ વરસાદ નોંધાતાં વરસાદની ઘટની ભીતિ સર્જાઇ હતી. સપ્ટેમ્બરના પ્રારંભે વરસાદની 45%થી વધારે ઘટ હતી, પરંતુ સપ્ટેમ્બરમાં 16.77 ઈંચ સાથે જ રાજ્યમાંથી વરસાદની હવે ઘટ પણ રહી નથી. રાજ્યના 33માંથી 14 જિલ્લામાં સીઝનનો 100%થી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. એમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, આણંદ, ભરૂચ, કચ્છ, ભાવનગર, બોટાદ, વલસાડ, છોટાઉદેપુર, નર્મદાનો સમાવેશ થાય છે, જેમાં જામનગર જિલ્લામાં સીઝનનો સૌથી વધુ સરેરાશ 138% વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

સંબંધિત સમાચાર

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments