Webdunia - Bharat's app for daily news and videos

Install App

નર્મદા જિલ્લાનો વરસાદ: મોસમના કુલ વરસાદમાં દેડીયાપાડા તાલુકો–૧૯૨ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે

Webdunia
શુક્રવાર, 25 જૂન 2021 (09:33 IST)
નર્મદા જિલ્લામાં તા.૨૪ મી જૂન, ૨૦૨૧ ને ગુરૂવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન માત્ર દેડીયાપાડા તાલુકામાં જ -૧૬ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના અન્ય કોઇપણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. આમ, નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ-૯૮ મિ.મિ.વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
 
જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો  દેડીયાપાડા તાલુકો-૧૯૨ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે નાંદોદ તાલુકો -૧૦૦ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૮૭ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો-૫૮ મિ.મિ.સાથે ચોથા ક્રમે અને સાગબારા તાલુકો-૫૩ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.
 
જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ તેની ભયજનક સપાટી-૧૩૮.૬૮ મીટરની સામે-૧૧૫.૩૯ મીટર, કરજણ ડેમ તેની ભયજનક સપાટી-૧૧૬.૧૧ મીટરની સામે-૧૦૨.૦૭ મીટર, નાના કાકડીઆંબા ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૭૮ મીટરની સામે-૧૭૯.૧૫ મીટર અને ચોપડવાવ ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૪૧ મીટરની સામે-૧૭૯.૮૫ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેના ગેજ લેવલની ભયજનક સપાટી-૩૧.૦૯ મીટરની સામે ૧૪.૭૨ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાત્રે સૂતા પહેલા દૂધમાં નાખીને પીશો આ પીળો મસાલો, તો ઈમ્યુનીટી થશે મજબૂત, ઈન્ફેકશન થશે દૂર

Monsoon cloth Drying tips- વરસાદમા ભીના કપડાથી દુર્ગંધ રોકવા માટે કરો આ 5 કામ

છત્તીસગઢી ડુબકી કઢી બનાવો અને ભાતનો સ્વાદ વધારવો

બદલાતી ઋતુમાં તમને UTI ન થાય તે માટે કરો આ 5 કામ

સરસવના તેલથી પગના તળિયાની કરો માલીશ, અનેક બીમારીઓ થશે દૂર

વધુ જુઓ..

નવીનતમ

જોક્સ - લગ્ન

જોક્સ - સોના બાબૂ

Marriage પછી સોનાક્ષી-ઝહીરનું પહેલું ફેમિલી ડિનર, સાસુ અને સસરા નવી પરણેલી વહુને ભેટી પડ્યા

RRR ડાયરેક્ટર રાજામૌલી, શબાના આઝમી સહિત 11 ભારતીયોને ઓક્સર અકાદમીમાંથી મળ્યુ ઈનવાઈટ,જુઓ આખુ લિસ્ટ

HBD અર્જુન કપૂર - ફિલ્મોમાં આવતા પહેલા આવો દેખાતો હતો અર્જુન કપૂર

આગળનો લેખ
Show comments