Webdunia - Bharat's app for daily news and videos

Install App

વરસાદની આગાહી વચ્ચે દ. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, અંક્લેશ્વર તાલુકામાં 7 ઇંચ વરસાદ

Webdunia
શુક્રવાર, 28 જૂન 2019 (12:16 IST)
૨૯ તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને અન્ય ૬૮ તાલુકાઓમાં એક ઇંચથી ઓછો વરસાદ
 રાજયમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મોટાભાગનાં જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ખુબ સારો વરસાદ પડ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લા-તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર તાલુકામાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૧૭૨ મી.મી. એટલે કે સાત ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૨૫ જિલ્લાઓના ૯૭ તાલુકાઓમાં મેઘમહેર યથાવત રહી છે. જ્યારે ૨૯ તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને અન્ય ૬૮ તાલુકાઓમાં એક ઇંચથી ઓછો એટલે કે ઝરમર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
 
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૮ જુન ૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ૯૭ તાલુકાઓમાં સાત ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જેમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોય તેવા ૪ તાલુકાઓનો સમાવેશ થાય છે. 
ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર તાલુકામાં ૧૭૨ મી.મી., ભરૂચ તાલુકામાં ૧૧૮ મી.મી., સુરત જિલ્લાના કામરેજમાં ૧૧૦ મી.મી. અને માંગરોળમાં ૧૦૫ મી.મી. વરસાદ વરસ્યો હતો. પંચમહાલ જિલ્લાનાં જાંબુઘોડામાં ૭૫ મી.મી એટલે કે ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૬ તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને ત્રણ ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. જેમાં સુરતના પલસાણામાં ૬૬ મી.મી., ભરૂચના વાલીયામાં ૬૪ મી.મી., નવસારીના ગણદેવીમાં ૬૩ મી.મી., છોટાઉદેપુરના ક્વાંટમાં ૫૯ મી.મી., બનાસકાંઠાના સૂઇગામ અને સુરેન્દ્રનગરનાં  લખતરમાં ૫૨ મી.મી. વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૧૮ તાલુકાઓમાં એક ઇંચથી વધુ અને  બે ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. જેમાં નાંદોદ, હાંસોટ, જાંબુસર, ચિખલી, રાધનપુર, સાવરકુંડલા, દેત્રોજ, શિનોર, ગીર ગઢડા, સુરતના માંડવી, પાદરા, ઝઘડીયા, જલાલપોર, વાપી, વઘઈ, જેતપુર પાવી, હાલોલ તેમજ નવસારી તાલુકાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત શંખેશ્વર, બોટાદ, ગઢડા, ખેરગામ, કરજણ, પારડી, મહુવા(સુરત), ધરમપુર, હારીજ, સરસ્વતી, કાલાવાડ, કોડીનાર, નેત્રાંગ, જોટાણા, સુત્રાપાડા, બોરસદ, તિલકવાડા, પડધરી, તળાજા, વલસાડ, બોડેલી, વાંસદા અને આંકલાવ મળીને કુલ ૨૩ તાલુકાઓમાં અડધા ઇંચથી વધુ અને એક ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. જ્યારે માણસા, ચોર્યાસી, સાણંદ, ડભોઇ, વસો, ઉમરપાડા, ચાણસ્મા, મહુવા(ભાવનગર), માળિયા, વિરમગામ, સંખેડા, વાગરા, કુકરમુંડા, બારડોલી, સાંતલપુર, ભાભર, ધાનેરા, માતર અને કપરાડામાં મળી કુલ ૧૯ તાલુકાઓમાં ૬ મી.મી.થી વધુ અને અડધા ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. અન્ય ૨૬ તાલુકાઓમાં ૬ મી.મી.થી ઓછો ઝરમર વરસાદ વરસ્યો હતો.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments