Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉત્તર ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ

Webdunia
મંગળવાર, 25 જૂન 2019 (00:06 IST)
રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૭૫ મી.મી. એટલે કે ૩ ઇંચ રસાદ વરસ્યો છે. રાજ્યના ૧૯ જિલ્લાઓના ૬૬ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનના રાજકોટ, મોરબી, જામનગર, દેવભુમિદ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર મળીને કુલ ૯ જિલ્લાઓ અને કચ્છ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં બીલકુલ વરસાદ વરસ્યો નથી. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં અને બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સામાન્ય અમી છાંટણા થયા હોવાનું જાણવા મળ્યું છે. 
 
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૪ જુન ૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ઉત્તર ગુજરાત ઝોનના છ જિલ્લાઓ પૈકી ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં પોણા બે ઇંચથી વધુ એટલે કે ૪૩ મી.મી., ગાંધીનગર તાલુકામાં એક ઇંચથી વધુ એટલે કે ૨૬ મી.મી. અને માણસા તાલુકામા ૧૪ મી.મી. વરસાદ પડ્યો છે. તે ઉપરાંત પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં ૨૦ મી.મી., બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ૪૦ મી.મી., દિયોદર તાલુકામાં ૪૩ મી.મી., મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં ૧૧ મી.મી., સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં ૯ મી.મી., હિંમતનગર તાલુકામાં ૩૦ મી.મી., પ્રાંતિજ તાલુકામાં ૪૯ મી.મી., તલોદ તાલુકામાં ૫૦ મી.મી. અને વિજયનગર તાલુકામાં ૧૦ મી.મી. વરસાદ વરસ્યો છે.  
 
દક્ષિણ ગુજરાત ઝોનના સુરત, નવસારી, વલસાડ, ભરૂચ અને નર્મદા સહિતના જિલ્લાઓમાં ૨૪ કલાક દરમિયાન વરસાદ વરસ્યો નથી. જ્યારે તાપીના નિઝર તાલુકામાં ૧૫ મી.મી. અને કુકરમુંડા તાલુકામાં ૩ મી.મી., ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં ૬ મી.મી. તથા વઘઇ અને આહવા તાલુકામાં જેટલો સામાન્ય વરસાદ વરસ્યો હતો.
 
પૂર્વ મધ્ય ગુજરાત ઝોનના આઠ જિલ્લાઓ પૈકી આણંદ અને વડોદરા જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. જ્યારે પંચમહાલ જિલ્લાના મોરવા-હડફ તાલુકામાં ૧૧ મી.મી., દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં અડધો ઇંચ, છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ૧૬ મી.મી., સંખેડા તાલુકામાં ૨૨ મી.મી. વરસાદ વરસ્યો હતો. અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકામાં ૩૦ મી.મી., સાણંદ તાલુકામાં ૧૦ મી.મી. અને અમદાવાદ સીટી વિસ્તારમાં ૨૫ મી.મી. વરસાદ વરસ્યો છે. 
 
તો બીજી તરફ ખેડા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. જમાં કઠલાલમાં ૭૫ મી.મી., કપડવંજમા ૫૨ મી.મી., મહેમદાવાદમાં ૨૨ મી.મી., મહુધામાં ૧૭ મી.મી. અને નડિયાદ તથા વસૌ તાલુકામાં ૧૨ મી.મી. વરસાદ વરસ્યો છે. આમ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ૧૯ જિલ્લાઓના ૬૬ તાલુકઓમાં વરસાદ વરસ્યો હતો. હજુ પણ રાજ્યના પાંચ તાલુકાઓ સિઝનના વરસાદ વિહોણા છે.
 
અમદાવાદ મોડી રાત્રે વરસાદ, હોર્ડિંગ થયા ધરાશાયી
મોડી રાત્રે રાજ્યના અન્ય ભાગોની સાથે અમદાવાદમાં તૂટી પડેલો વરસાદ કેટલો ભયાનક હતો તેનું સ્વરૂપ સવારે જોવા મળ્યું છે. અમુક સમયમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો જેના કારણે શહેરમાં વૃક્ષો અને હોર્ડિંગ બોર્ડ્સ ધરાશાયી થયાના બનાવો બન્યા છે. શહેરમાં નીંચાણવાળા અને ખાડાવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. સવારે રસ્તાઓ પર પણ પાણી ભરાયેલી હતા જે વાહનનોની અવર-જવર બાદ ગાયબ થઈ રહ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે માત્ર એક રૂપિયામાં VIP રહેવાની સુવિધા મેળવી શકો છો.

કિન્નર અખાડાના મહામંડલેશ્વર બન્યા મમતા કુલકર્ણી, આંખોમાં આંસુ આવી ગયા...દૂધથી કર્યો અભિષેક

કેદારેશ્વર મહાદેવનું મંદિર

અભિનેત્રી મમતા કુલકર્ણી ફિલ્મ અભિનેત્રી બનવા માંગતી ન હતી

Mahakumbh 2025: મહાકુંભમાં સવારથી સાંજ સુધી શું-શું જોઈ શકાય ? જો આટલું કરશો તો એક દિવસની યાત્રા યાદગાર બની જશે

વધુ જુઓ..

નવીનતમ

જો તમને પીઠનો દુખાવો હોય તો તમારે આ કસરત ન કરવી જોઈએ.

Republic Day parade- પ્રજાસત્તાક દિવસની પ્રથમ પરેડ 3 હજાર સૈનિકો, ક્યાં યોજાઈ હતી પહેલી પરેડ

lost recipes- આ અનેક પરંપરાગત વાનગીઓને લોકો ભૂલી રહ્યા છે

રોજ પીઓ જીરામાંથી બનેલું આ ખાસ પીણું, વધતા વજન પર થશે કંટ્રોલ

Unique names for baby on Republic Day- પ્રજાસત્તાક દિવસ પર જન્મ લેનારા બાળકો માટે સુંદર નામ

આગળનો લેખ
Show comments