rashifal-2026

Rain in Gujarat વાવાઝોડા સાથે વરસાદની આગાહી

Webdunia
ગુરુવાર, 22 સપ્ટેમ્બર 2022 (16:55 IST)
હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રિમાં વરસાદનું જોખમ ઘટ્યું હતું. જેના કારણે ખેલૈયા ખુશખુશાલ હતા પરંતુ હવે હવામાન વિભાગ દ્વારા આગાહી બદલાઈ છે. બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બનશે. જેમાં આવતી કાલે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી  
 
બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બનશે. જેમાં આવતી કાલે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી  
 
આ વર્ષે નવરાત્રીની શરૂઆત 26મી સપ્ટેમ્બરના રોજ થવાની છે અને જે બાદ નવ દિવસ સુધી રાજ્યભરમાં તેની ઉજવણી થશે. 
હવામાનવિભાગે બે અઠવાડિયાંનું વરસાદનું જે અનુમાન જાહેર કર્યું છે, તે પ્રમાણે રાજ્યમાં 26 સપ્ટેમ્બરની આસપાસથી જ વરસાદ ફરી શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
 
જોકે, આ આંકડાકીય મૉડલ પર આધારિત આગાહી છે, જે આવનારા દિવસોમાં વાતાવરણમાં થનારા ફેરફારની સાથે બદલાઈ પણ શકે છે. જે બાદ ત્રણ દિવસ સુધી એટલે કે 29 સપ્ટેમ્બર સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. 
 
હવામાનવિભાગના ફૉરકાસ્ટ મૉડલ પ્રમાણે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે.
 
રાજકોટ, જામનગર, સુરત, વડોદરા, ભરૂચ, વલસાડ સહિતનાં શહેરોમાં પણ કદાચ વરસાદ પડી શકે છે.
 
હવામાનવિભાગે જાહેર કરેલા ફૉરકાસ્ટ પ્રમાણે નવરાત્રીમાં ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
 
જોકે, બંગાળની ખાડીમાં બનવા જઈ રહેલી સિસ્ટમ કેટલી મજબૂત બનશે અને કઈ તરફ આગળ વધશે તેના પર તમામ આધર રહેલો છે.
 
ગુજરાતમાં અત્યાર સુધી કેટલો વરસાદ પડ્યો?
 
ગુજરાતમાં જુલાઈ અને ઑગસ્ટમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો અને સપ્ટેમ્બર મહિનામાં પણ એક રાઉન્ડ વરસાદનો તાજેતરમાં જ પૂરો થયો છે. ચોમાસામાં અત્યાર સુધીમાં સરેરાશ કરતાં 34 ટકા વધારે વરસાદ થયો છે.
 
જેમાં ટકાવારીની દૃષ્ટીએ સૌથી વધારે સરેરાશ વરસાદ કચ્છમાં થયો છે અને સરેરાશ સૌથી ઓછો વરસાદ દાહોદમાં થયો છે.
 
જોકે, કચ્છમાં વરસાદની સરેરાશ જ સૌથી ઓછી છે જેથી થોડો વધારે વરસાદ થાય તો પણ ત્યાં ટકાવારીની દૃષ્ટીએ વધારે વરસાદ દેખાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Unique names for baby on Republic Day- પ્રજાસત્તાક દિવસ પર જન્મ લેનારા બાળકો માટે સુંદર નામ

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

Republic Day parade- પ્રજાસત્તાક દિવસની પ્રથમ પરેડ 3 હજાર સૈનિકો, ક્યાં યોજાઈ હતી પહેલી પરેડ

અખરોટ અને ખજૂરનો હલવો

Vasant Panchmi Prasad- વસંત પંચમીના ખાસ પ્રસંગે બનાવો કેસરિયા ભાત

વધુ જુઓ..

નવીનતમ

અચલેશ્વર મહાદેવ મંદિર: જ્યાં શિવલિંગ રંગ બદલે છે, જાણો તેના વિશે

બોર્ડર 2 પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેની કમાણી પર કોઈ અસર પડી ન હતી,

ગુજરાતી જોક્સ - છોકરી ગમે છે

Goddess Sita Temple In Bihar: સીતામઢી અયોધ્યા જેવી ભવ્યતા ધરાવશે! વિશાળ મંદિર 42 મહિનામાં પૂર્ણ થશે, ખાસ વિશેષતાઓ શું હશે?

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

આગળનો લેખ
Show comments