Webdunia - Bharat's app for daily news and videos

Install App

લવ મેરેજની સજા... આખા ગામને જમણવાર, દોઢ લાખનો દંડ, ખૂંટીએ બાંધીને માર માર્યો

Webdunia
બુધવાર, 2 જૂન 2021 (22:18 IST)
અરરિયામાં  રામઘાટ પંચાયતના વોર્ડ નંબર 14 માં પંજાબના અમૃતસરની એક મહિલા સાથે લગ્ન કરવા બદલ એક યુવકને આખા ગામને જમણવાર કાર્યર્કમ કરાવવા અને દો લાખ રૂપિયા દંડ આપવાનો તુગલકી સજા સંભળાવી દીધી.  જ્યારે યુવક અને તેનો પરિવાર આ માટે તૈયાર ન થયા તો  મંગળવારે ગામના લોકોએ ઘરમાં ઘૂસીને મહિલાઓને માર માર્યો હતો અને યુવકના પિતાને ખૂંટીએ બાંધીને માર માર્યો,  ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી પિતાને છોડાવ્યા અને કેસ નોંધ્યો છે અને આ મામલે તપાસ હાથ ધરી છે.
 
રામઘાત પંચાયતના સીતારામ યાદવના પુત્ર સુમન યાદવ અમૃતસરમાં રહીને મજુરી કરતો હતો.  ત્યા બે બાળકોની માતા ઉષાદેવી સાથે તેનો અનેક વર્ષોથી પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો.  બે મહિના પહેલા ઉષા દેવી પોતાના બંને બાળકોને લઈને નરપતગંજ આવી ગઈ. આ બંનેયે હિંદુ રીતિ રિવાજથી લગ્ન કર્ય અને સાથે રહેવા માંડ્યા. આ વાત ગ્રામીણોને ગમી નહી. 
 
ગ્રામજનોએ સોમવારે  નરપતગંજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી કે સીતારામ યાદવે મહિલા અને અમૃતસરના બંને બાળકોને ગાયબ
 કર્યા છે. પીડિતોનાં પરિવારજનોનો આક્ષેપ છે કે મંગળવારે ગ્રામજનોએ સીતારામ યાદવના પિતાને પટ્ટી બાંધીને માર માર્યો હતો. દરમિયાન 10-15 લોકોએ બળજબરીથી સીતારામ યાદવના ઘરે પ્રવેશ કર્યો હતો અને મહિલાઓને માર મારતા ઈજાઓ પહોંચાડી હતી.
 
આ મામલે સીતારામ યાદવની બીજી પુત્રવધૂ સીતા દેવીએ મુન્ના યાદવ, અમરેન્દ્ર યાદવ, અરૂણ યાદવ, કિશન કુમાર, ગણેશ યાદવ, બેચન યાદવ વગેરે પર આરોપ લગાવતા અરજી કરી છે. બીજી બાજુ નરપતગંજ પોલીસ સ્ટેશનના પ્રમુખ એમ.એ.હૈદરીએ જણાવ્યું હતું કે એફઆઈઆર નોંધીને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. દોષીઓને બક્ષવામાં આવશે નહીં. ઘટના બાદ તમામ આરોપીઓ ફરાર છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હિતેન કુમાર અને કાજલ ઓઝા વૈદ્ય દ્વારા અભિનિત ગુજરાતી ફિલ્મ ‘તારો થયો 17 જાન્યુઆરીએ રીલિઝ થશે

Baidyanath Jyotirlinga Temple- વૈદ્યનાથ જ્યોતિર્લિંગ

ગુજરાતી જોક્સ - લંડનમાં કામ કરે છે

ગુજરાતી જોક્સ - સારું ભોજન મળશે

ગુજરાતી જોક્સ - કંજૂસ મિત્રો

વધુ જુઓ..

નવીનતમ

શિયાળામાં આ ઉંમરના લોકોએ રહેવું સાવધ, નહિ તો બની જશો હાર્ટ એટેકનાં શિકાર, જાણો કેવી રીતે પોતાની બચવું

રામાયણની વાર્તા - લક્ષ્મણજી 14 વર્ષ સુધી ઉંઘ્યા નથી

mutton nihari - ઘરે કેવી રીતે બનાવીએ દિલ્હીની પ્રખ્યાત મટન નિહારી

Gota Patti Sarees : આ Festive Season માટે છે એક પરફેક્ટ ચૉઈસ

મૃત્યુ પછી મૃત વ્યક્તિના મોંમાં સોનું શા માટે મૂકવામાં આવે છે?

આગળનો લેખ
Show comments