Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024નો કાર્યક્રમ જાહેર, 10મી જાન્યુઆરીએ PM મોદી પ્રારંભ કરાવશે

Webdunia
મંગળવાર, 2 જાન્યુઆરી 2024 (10:16 IST)
Vibrant gujarat

 
વડાપ્રધાન મોદીએ ગુજરાતને વેપાર-ઉદ્યોગના વર્લ્ડ મૅપ પર અગ્રિમ સ્થાન અપાવવા ૨૦૦૩થી શરૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ આગામી 10 થી 12 જાન્યુઆરી-2024ના યોજાશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વાઇબ્રન્ટ સમિટને બે દાયકાની ‘સમિટ ઑફ સક્સેસ’ તરીકે આયોજિત કરીને જ્વલંત સફળતા અપાવવા માટે રાજ્ય સરકારે કરેલા બહુઆયામી આયોજનને ઉચ્ચ સ્તરીય બેઠકમાં આખરી ઓપ આપ્યો હતો.
 
વડાપ્રધાન મોદી 10મી જાન્યુઆરીએ પ્રારંભ કરાવશે
વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૪નો પ્રારંભ વડાપ્રધાન મોદી 10મી જાન્યુઆરીએ વિશ્વના વિવિધ દેશોના રાષ્ટ્રપતિઓ-વડાપ્રધાન-વડાઓ અને દેશ-વિદેશનાં CEOSની વિશેષ ઉપસ્થિતિમાં કરાવશે.મુખ્યમંત્રી અને મંત્રીઓ સમક્ષ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદરે વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૪ના સર્વગ્રાહી તલસ્પર્શી આયોજનનું પ્રેઝન્ટેશન કર્યું હતું.આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, વાઇબ્રન્ટ સમિટની ૧૦મી એડિશન મુખ્યત્વે ઇન્‍ડસ્ટ્રી ૪.૦ સ્પિયર હેડિંગ ધ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યૂશન, ટેક્નોલોજી એન્‍ડ ઇનોવેશન: ડ્રાઇવર્સ ઓફ ઇન્‍ક્લુઝિવ ગ્રોથ તથા ટ્રાન્‍ઝિશનિંગ ટુવર્ડ્સ સસ્ટેઇનેબિલિટીની મુખ્ય વિષય વસ્તુ સાથે યોજાવાની છે.
 
ચેમ્પિયન સર્વિસ સેક્ટર્સને આ ટ્રેડ શોમાં શો-કેસ કરાશે
વાઇબ્રન્ટ સમિટના પ્રારંભના પૂર્વ દિવસે એટલે કે ૯મી જાન્યુઆરી થી પાંચ દિવસ માટે ગ્લોબલ ટ્રેડ-શો નું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ટેકનોલોજીના દશક ટેકેડ, ડિસ્રપ્ટિવ ટેકનોલોજીસ અને ચેમ્પિયન સર્વિસ સેક્ટર્સને આ ટ્રેડ શોમાં શો-કેસ કરવામાં આવશે.એટલું જ નહીં, રિવર્સ બાયર-સેલર મીટ, વેન્‍ડર ડેવલપમેન્‍ટ, સ્ટાર્ટઅપ્સ, MSME અને મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપતા પરિસંવાદ વગેરેનું પણ આયોજન આ ટ્રેડ-શો દરમિયાન થવાનું છે.મુખ્યમંત્રીએ આ ટ્રેડ-શોમાં લોકોની સહભાગિતા વધે તેવો આકર્ષક બનાવવાનું માર્ગદર્શન આપ્યું હતું. વાઇબ્રન્ટ સમિટના ત્રિદિવસીય આયોજનમાં જે કોન્ફરન્સિઝ, સેમિનાર અને વન-ટુ-વન બેઠકો તથા કન્ટ્રી અને સ્ટેટ સેમિનાર્સ યોજવાના છે તે અંગે પણ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવએ વિગતવાર પ્રેઝન્ટેશન કોર કમિટી સમક્ષ કર્યું હતું. 
 
11 જાન્યુઆરીએ સેમિનાર, કોન્ફરન્સ અને પેનલ ડિસ્કશન્સ થશે
સમિટના પ્રથમ દિવસે ઉદ્ઘાટન સત્ર પછીના સમયમાં ઈન્ડસ્ટ્રી ૪.૦ સ્પિયર હેડિંગ ધ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યૂશન અન્વયે એરક્રાફ્ટ, આનુષંગિક ઉત્પાદન MROની તકો, ધોલેરા-સ્માર્ટ બિઝનેસ માટે ગ્રીન ફિલ્ડ સ્માર્ટસિટી, વિકસિત ભારત@૨૦૪૭ માટે ગુજરાતનો રોડ મેપ, સર્વગ્રાહી વિકાસ માટે ગતિશક્તિ અન્વયે યોગ્ય નિર્ણયોની વિષયવસ્તુ સાથે સેમિનાર, કોન્ફરન્સ અને પેનલ ડિસ્કશન્સ થશે. આ ઉપરાંત કન્ટ્રી અને સ્ટેટ સેમિનાર તથા સાંજે ગિફ્ટસિટી ખાતે ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમ યોજાશે. સમિટના બીજા દિવસે ૧૧મી જાન્યુઆરીએ ટેક્નોલોજી એન્‍ડ ઇનોવેશન-ડ્રાઇવર્સ ઓફ ઇન્ક્લુઝિવ ગ્રોથની વિષયવસ્તુને આવરી લેતા સેમિનાર્સ, કોન્ફરન્સિસમાં સેમિકન્‍ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ, પોર્ટ બેઝડ સિટી ડેવલપમેન્ટ, બિલ્ડીંગ વર્ક ફોર્સ ફોર ફ્યુચર-ઇન્‍ડસ્ટ્રી ૪.૦ માટે કૌશલ્ય વિકાસ અન્વયે યુથ ફોકસ્ડ ઇવેન્‍ટ્સ, ઇ.વી, સ્ટાર્ટઅપ, આધુનિક ભારતની આકાંક્ષા-ગિફ્ટસિટી, ઇન્ટરનેશનલ સ્પેસ કોન્ફરન્સ, રિન્યુએબલ એનર્જી, સ્કિલ ડેવલપમેન્ટ માટે ગ્લોબલ નેટવર્ક ડેવલપમેન્ટ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
 
સમિટના અંતિમ દિવસે MSME કોન્ક્લેવ યોજાશે
૧૨મી જાન્યુઆરી ૨૦૨૪ના દિવસે એટલે કે સમિટના અંતિમ દિવસે MSME કોન્ક્લેવ, ડિ-કાર્બનાઇઝેશન ઑફ ધ ઇકોનોમી અને કાર્બન ટ્રેડિંગ દ્વારા નેટ ઝીરો તરફ પ્રયાણ, વેસ્ટ વોટર એન્ડ વેસ્ટ ટુ એનર્જી રિસાયક્લિંગ, સર્ક્યુલર ઇકોનોમીમાં રહેલી તકો, ભારતના ગ્રીન હાઇડ્રોજન ડેસ્ટીનેશન તરીકે ગુજરાત, રાઉન્‍ડ ધ ક્લોક એનર્જી માટે વોટ્સ થી ગીગા વોટ વગેરે વિષયક સેમિનાર્સ, કોન્ફરન્સ યોજાશે.રાજ્યમાં પી.એમ મિત્ર ટેક્ષટાઈલ પાર્ક, મેડિકલ ડિવાઈસીસ પાર્ક, ફાર્મા પાર્ક અને ટોય પાર્ક જેવા નવાં ઉભરતાં સેક્ટર્સમાં ઇન્‍વેસ્ટમેન્‍ટ આકર્ષિત કરવા માટે આ વાઇબ્રન્‍ટ સમિટમાં જે આયોજન થવાનું છે તેની પણ વિગતો ઉદ્યોગ વિભાગ દ્વારા બેઠકમાં આપવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

IPL 2025 Mega Auction- ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે ખેલાડીઓની હરાજી, ઋષભ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો

LIVE IPL 2025: ઋષભ પંત ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે

IPL 2025 Auction - શ્રેયસ અય્યર 26.75 કરોડમાં વેચાયો

IPL 2025 પહેલા બિઝનેસમેનનો દાવો, શાહરૂખ ખાન KKR નહીં પણ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ખરીદવા માંગતો હતો

IND vs AUS 1st Test Day 3: : પર્થમાં યશસ્વી જાયસવાલે સદી ફટકારી, ભારત મજબૂત પરિસ્થિતિમાં આવ્યું

આગળનો લેખ
Show comments