Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાવાગઢ પર પરિશ્રમ: પર્વતના બોડા માથા પર વૃક્ષોના વાળની હરિયાળી સર્જવાનો પ્રયાસ

Webdunia
શનિવાર, 17 ડિસેમ્બર 2022 (09:40 IST)
બહુધા વૃક્ષોને શાખાઓ હોય.પણ મધ્ય ગુજરાત માટે પર્વતરાજ અને આખા દેશના શ્રધ્ધાળુઓ માટે પવિત્ર શક્તિપીઠ એવો પાવાગઢ પર્વત ભુજાઓ જેવી ટેકરીઓની શાખાઓ ધરાવે છે.ખીણ થી વિભાજીત થઈને વિસ્તરેલી પાવાગઢની આવી જ એક શાખા,માઈ મંદિરની બિલકુલ પાછળ આવેલો અને ઊંધી રકાબી જેવું ભૂતલ ધરાવતો નવલખા કોઠાર વિસ્તાર છે. અહીં ઇતિહાસની ધરોહર જેવા અવશેષો સચવાયા છે પણ ડુંગરની ટોચ બહુધા બોડી છે.હા,ચોમાસામાં માથોડા ઊંચું ઘાસ અવશ્ય ઉગી નીકળે છે.
 
આ પ્રાચીન માઈ મંદિરના અદભુત નવીનીકરણ ના પ્રેરક પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વાળ વગરના બોડા માથા જેવા  ડુંગરના આ વિસ્તારને વૃક્ષો ઉછેરીને હરિયાળો બનાવવાનું એક અઘરું હોમવર્ક - ગૃહકાર્ય વન વિભાગને સોંપ્યું છે.અને એ લેશન પૂરું કરવા વન વિભાગ એક આજ્ઞાંકિત વિદ્યાર્થિની જેમ કામે લાગી ગયું છે.
 
કુદરતની એક મહેર જેવું પ્રાચીન તળાવ આ કામમાં આશીર્વાદ રૂપ બન્યું છે અને ગોધરા વન વિભાગે આ તળાવ અને કૂવાના અમૃતજળની મદદથી, પાઈપોનું જાળું પાથરીને  ટપક સિંચાઇ થી વૃક્ષો ઉછેરવાનું શરુ કર્યું છે. આ પટ્ટામાં જુદી જુદી દેશી પ્રજાતિઓના ૧૧ હજાર રોપા વાવીને વૃક્ષ ઉછેર હાથ ધરવામાં આવ્યો છે અને પંચમહાલ જિલ્લાના પરિશ્રમી આદિવાસી શ્રમિકોની મદદ થી ઘણાં પડકારો વચ્ચે આ કામ કરવામાં આવી રહ્યું છે.આ વનીકરણ ગોધરા વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી એમ.એલ. મીનાના માર્ગદર્શન હેઠળ કાર્યકારી સહાયક વન સંરક્ષક શ્રી એસ.એસ.બારીયા અને ફોરેસ્ટર તથા વન સહાયકોની ટીમ કરી રહી છે.
 
આ પટ્ટામાં વૃક્ષ ઉછેરની દેખરેખ રાખતા   બીટગાર્ડ પંકજ ચૌધરી કહે છે કે અહીં દૂધવાળા વૃક્ષો એટલે કે વડ,પીપળા,કરમદા, જમીન સંરક્ષક કેતકી ના રોપા વાવીએ છે જે જમીન સાથે ઝડપથી ચોંટી જવાનો ગુણ ધરાવે છે.ટપક સિંચાઇ થી આ ઉબડ ખાબડ વિસ્તારમાં પાણી આપવાનું કામ સરળ બન્યું છે. જો કે પડકારો પણ ઘણાં છે.શાહુડી નું આ વિસ્તાર કુદરતી રહેઠાણ છે. એ ઘણીવાર પાઇપો કાપી નાખે છે.કુમળા છોડનું કુમળું થડ ચાવી જાય છે.એટલે રોજે રોજે નિરીક્ષણ કરીને બધું સરખું કરવું પડે છે.તેઓ કહે છે આ વિસ્તારમાં મારા દૈનિક આંટાફેરાનો સરવાળો કરીએ તો સરેરાશ દશ કિલોમીટર થાય.
 
શ્રમિકો આકરા તાપમાં ટપક સિંચાઇ ની પાઇપો સરખી કરવાનું,નવા રોપા માટે ખાડા ખોદવાનું કામ કરતાં જોવા મળે છે.અને પરિશ્રમ ની વચ્ચે તપેલા ખડક પર મજે થી બેસી મકાઈ ના રોટલા અને મરચાના બપોરા કરે છે ત્યારે લાગે કે સુખ કે દુઃખ એ તો મનની અનુભૂતિ છે બાકી તમે કોઈપણ પરિસ્થિતિમાં ચાહો મોજ કરી શકો છો. પાવાગઢની ખીણોમાં હરિયાળી છે પરંતુ ટોચ બહુધા બોડી છે.વન વિભાગ પડકારો વચ્ચે એને લીલી કરવા પ્રયત્ન કરી રહ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

આગળનો લેખ
Show comments