Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાની કોઈ દવા નથી શોધાઈ ત્યારે તુલસી જેવા આયુર્વેદિક ઉપચારોથી જ કોરોના સામે જંગ જીતી શકશે

વિશ્વ પર્યાવરણ દિવસે અમદાવાદમાં પાંચ લાખ તુલસી છોડ વિતરણનો અભિનવ પ્રયોગ

Webdunia
શુક્રવાર, 5 જૂન 2020 (15:05 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અમદાવાદમાં પાંચ લાખ તુલસીના રોપા વિતરણ કરવાના કાર્યક્રમોનો વિડીયો કોન્ફરન્સ માધ્યમથી પ્રારંભ કરાવ્યો હતો. અમદાવાદના નારણપુરા આવેલા મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમને વિડીયો સંબોધન કરતા તેમણે કહ્યું કે, સમગ્ર વિશ્વ-દેશ તથા રાજ્ય અને વિશેષ કરીને અમદાવાદ કોરોના સામે જંગ લડી રહ્યું છે. આ રોગની કોઈ અકસીર દવા હજી સુધી શોધાઇ નથી ત્યારે તુલસી જેવા આયુર્વેદિક ઉપચારોથી જ આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવી જરૂરી છે.
 
કોરોના સંક્રમણથી બચવાનો તારણોપાય રોગપ્રતિકારક શકિત વધારવી એ જ છે ત્યારે તુલસી પાન ઉકાળો, તુલસી પાન રસ સેવનથી રોગપ્રતિકારક શકિત વધારવા તેમણે પ્રેરણા આપી હતી. તેમણે ઉમેર્યું કે, વિશિષ્ટ સંજોગોને કારણે આપણે સામાજિક અંતર જાળવીને વિશિષ્ટ રીતે આ કાર્યક્રમ ઊજવી રહ્યા છીએ. પ્રતિવર્ષ પાંચમી જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે આ વર્ષની થીમ 'બાયોડાઈવર્સિટી' જીવ વૈવિધ્ય છે. તેમણે કહ્યું કે, આજે સમગ્ર જગત પર્યાવરણના પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે પ્રકૃતિના વૈવિધ્યને જાળવી પ્રદૂષણ અને પર્યાવરણ વચ્ચે સમતુલા જાળવવાની આજે તાતી જરૂર છે.
 
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોરોના સંક્રમણ સામે ધન્વંતરી રથ, આયુર્વેદિક ઉકાળા, હોમિયોપેથીક દવાના વિતરણ જેવા બહુઆયામી પગલાઓથી ઝઝૂમી રહ્યું છે ત્યારે તુલસી રોપાનું વિતરણ એ યોગ્ય સમયનો યોગ્ય કાર્યક્રમ છે. રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ છે. 
 
અમદાવાદની ચાલીઓ ફ્લેટ કે જ્યાં તુલસી વાવવા શક્ય નથી તેવા લોકો સુધી તુલસીના છોડ પહોંચાડવાથી ત્યાં રહેતા લોકો માટે પ્રવર્તમાન સ્થિતીમાં ઉપયોગી બનશે. તેમણે કહ્યું કે, લોકડાઉન ખુલ્યા બાદ રાજ્યના તમામ લોકોએ કોરોના વાયરસની સામે કોરોના વોરિયર બનીને ઝઝૂમવાનું છે અને કોરોના સામેનો જંગ જીતવાનો છે.
 
‘‘કોરોના હારશે, અમદાવાદ-ગુજરાત જીતશે’’નો કોલ પૂન: આપતાં સૌ નાગરિકોને આહવાન કર્યુ કે, કોરોના સામેની લાંબી લડાઇમાં હરેક વ્યકિત સિપાઇ બને-વોરિયર બને. કોરોના સામેના જંગમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયેલા વિવિધ પગલાંઓની સરાહના કરી અભિનંદન પણ આપ્યા હતા.
 
અમદાવાદના મેયર બિજલબેન પટેલે જણાવ્યું કે આયુર્વેદમાં તુલસીને પવિત્ર માનવામાં આવે છે ત્યારે વનવિભાગ દ્વારા પુરા પાડવામાં આવેલ પાંચ લાખ તુલસીના રોપાઓનું સૌપ્રથમ કોરોના સંક્રમિત વિસ્તારોમાં વિતરણ કરવામાં આવશે ત્યાર બાદ અમદાવાદના અન્ય વિસ્તારોમાં વિતરણ કરવામાં આવશે.
 
તુલસી રથ દ્વારા તુલસી વિતરણ કરવાના આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર દિનેશભાઈ મકવાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલભાઈ ભટ્ટ દ્વારા સ્થાનિક નિવાસીઓને પ્રતીકરૂપે તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સામાજિક અંતર જાળવીને મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મુખ્યમંત્રી માટે નામ ફાઈનલ, એકનાથ શિંદે નાખુશ, તેમને મનાવવા જરૂરી.. બોલ્યા રામદાસ અઠાવલે

IPL 2025: કોણ બનશે RCB નો નવો કપ્તાન, આ 3 છે સૌથી મજબૂત દાવેદાર

હિન્દુ એકતા યાત્રા કાઢી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી પર હુમલો... મોબાઈલ ફોન ફેંકવામાં આવ્યો.

IPL Auction: કોણ છે અલ્લાહ ગજાનફર ? 15 વર્ષીય અફગાનિસ્તાની બોલર પર MI એ ખર્ચ કર્યા 4.80 કરોડ, જાણો કરિયર

Sambhal Violence,સંભલ હિંસાને લઈને મોટો ખુલાસો, સૂત્રોએ જણાવ્યુ - તુર્ક VS પઠાનની લડાઈમાં ભડકી બવાલ, 4 ના મોત

આગળનો લેખ
Show comments