Webdunia - Bharat's app for daily news and videos

Install App

દાહોદમાં પ્રથમ દિવસે ૯૪૭૨ તરૂણોને વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

Webdunia
મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (15:11 IST)
સમગ્ર રાજ્યમાં સોમવારથી ૧૫થી ૧૮ વર્ષના બાળકો માટે કોરોના વેકસિનેશનનો પ્રારંભ કરાયો છે ત્યારે  દાહોદ જિલ્લામાં પણ આ વયજુથના બાળકોને વેક્સિનેશન માટેના મહાઅભિયાનનો પૂરજોશ પ્રારંભ થયો છે. ૧૫ થી ૧૮ વર્ષના વયજુથના બાળકો માટેના આ વેક્સિનેશનના પ્રથમ દિવસે જ જિલ્લામાં ૯૪૭૨ તરૂણોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. દાહોદની કુલ ૧૪૩ શાળાઓમાં આ વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આ માટે આરબીએસકેની ૫૫ ટીમો તેમજ ૧૪૩ વેક્સિનેટર દ્વારા કામગીરી કરાઇ હતી.
તરૂણો માટેના આ નિ:શુલ્ક રસીકરણ અભિયાનનો પ્રારંભ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ દાહોદની એક કન્યા શાળા ખાતેથી કરાવ્યો હતો અને તેમણે આ વયજુથમાં આવતા તરૂણોને સત્વરે વેક્સિન લઇ લેવા માટે અપીલ કરી હતી. આ વેળા જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
 
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તા. ૮ જાન્યુઆરી સુધીમાં તબક્કાવાર વિવિધ શાળાઓને આવરી લેવામાં આવશે. જેમાં આજે ૧૪૩ શાળાઓમાં વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો હતો. જયારે આગામી તા. ૪ થી તા. ૮ દરમિયાન અનુક્રમે ૧૦૪, ૩૯, ૬૩, ૩૨, ૧ - શાળાઓને વેક્સિનેશન કાર્યક્રમમાં સામેલ કરાશે.
 
સોમવારે જિલ્લામાં થયેલા રસીકરણની વિગતો તાલુકા પ્રમાણે જોઇએ તો દાહોદમાં ૧૫૯૭, ગરબાડામાં ૧૧૮૧, ધાનપુરમાં ૧૦૮૫, દેવગઢ બારીયામાં ૧૩૨૪, ફતેપુરામાં ૪૫૫, લીમખેડામાં ૯૬૮, ઝાલોદમાં ૧૮૯૧, સંજેલીમાં ૪૬૩, સીંગવડમાં ૫૦૮તરૂણોને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં કોરોનાની વેક્સિન લેવા માટે તરૂણોએ પણ ખાસો ઉત્સાહ દર્શાવ્યો હતો અને વહીવટી તંત્રની ઝુંબેશમાં સહયોગ આપ્યો હતો.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments