Webdunia - Bharat's app for daily news and videos

Install App

નો ફ્લાય ઝોન: ભારતીય નૌસેના નેવલ ઇન્સ્ટોલેશન્સની આસપાસમાં ઉડતા ડ્રોનને નિષ્ક્રિય કરશે

Webdunia
ગુરુવાર, 29 જુલાઈ 2021 (13:41 IST)
ગુજરાતમાં નેવલ ઇન્સ્ટોલેશન્સની આસપાસમાં ત્રણ કિલોમીટરનો પરીઘ વિસ્તાર "નો ફ્લાય ઝોન” તરીકે નિર્ધારિત કરવામાં આવેલો છે. તમામ વ્યક્તિગત/નાગરિક ઉડ્ડયન એજન્સીઓને કોઇપણ કારણોસર આ ઝોનમાં તેમના હવાઇ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
 
ડ્રોનના ઉપયોગનું સંચાલન સમય સમયે થતા ફેરફાર સાથે ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવે છે. કોઇપણ પૂર્વનિર્ધારિત ઉડાન કામગીરીના ઓછામાં ઓછા એક અઠવાડિયા પહેલાં ડિજિ સ્કાય વેબસાઇટ (www.dcga.nic.in) મારફતે નાગરિક ઉડ્ડયન મહાનિદેશક (DCGA)ની મંજૂરી મેળવવામાં આવે છે અને આ મંજૂરી પત્રની એક નકલ ગુજરાત, દમણ અને દીવ નૌસેના વિસ્તાર હેડર્વાર્ટર/ સંબંધિત નૌસેના સ્ટેશનને સબમિટ કરવામાં આવે છે.
 
ભારતીય નૌસેના આ વિસ્તારોમાં અગાઉથી મંજૂરી લીધા વગર જો કોઇપણ એરિયલ ડ્રોન અથવા માનવરહિત એરિયલ વાહન (UAV) ઉડાવવામાં આવે તો તેને જપ્ત અથવા નાશ કરવાનો અબાધિત અધિકાર ધરાવે છે. આ માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરનારા ઓપરેટરો કાયદામાં આપવામાં આવેલી સંબંધિત જોગવાઇઓ અંતર્ગત કાનુની કાર્યવાહી માટે જવાબદાર રહેશે.

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments