Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યના ૮ મહાનગરો સહિત કુલ ૨૭ શહેરોમાં રાત્રિ કરફયુનો અમલ આ તારીખ સુધી યથાવત

Webdunia
શુક્રવાર, 28 જાન્યુઆરી 2022 (21:04 IST)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી  રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીશ્રીએ રાત્રિ કરફયુ આઠ મહાનગરો સહિત કુલ ૨૭ શહેરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કરફયુ અમલમાં છે.
 
મુખ્યમંત્રીએ આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં ૧૯ નગરો આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ, ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ ૨૯ જાન્યુઆરી ૨૦૨૨થી  દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ તા.ર૯-૧-ર૦રરના સવારે ૬ વાગ્યે પૂર્ણ થાય છે તે  લંબાવીને તા ૪થી ફેબ્રુઆરી  ૨૦૨૨ સુધીની કરવામાં આવી છે.
 
તદ્દઅનુસાર, હવે ૮ મહાનગરો ઉપરાંત ૧૯ નગરોમાં  તારીખ ૨૯મી જાન્યુઆરી થી દરરોજ રાત્રિના ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીના રાત્રિ કરફયુનો અમલ તા.૪થી ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલે કોર કમિટિની બેઠકમાં કોરોનાની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો સાથે હાથ ધરીને અન્ય પણ મહત્વના નિર્ણયો કર્યા છે
 
આ નિર્ણયો મુજબ હોટલ-રેસ્ટોરન્સ દ્વારા કરવામાં આવતી હોમ ડીલીવરી હવે ર૪ કલાક ચાલુ રાખી શકાશે. હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી. આ નિયંત્રણો ઉપરાંત અન્ય નિયંત્રણો ના અમલ અંગેનું ગૃહ વિભાગનું જાહેરનામું  આ સાથે સામેલ છે.


રાજ્યના 8 મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં રાત્રિ કરફયુનો અમલ  4 થી ફેબ્રુઆરી સુધી યથાવત  રહેશે. 
- હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા 24  કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી.
- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી 
- રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીશ્રીએ રાત્રિ કરફયુ આઠ મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. 
- હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કરફયુ અમલમાં છે
- મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં 19 નગરો આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ, ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ 29 જાન્યુઆરી 2022થી  દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે. 
- રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ તા.29-01-2022ના સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે તે  લંબાવીને તા 4થી ફેબ્રુઆરી  2022 સુધીની કરવામાં આવી છે.
- તદ્દઅનુસાર, હવે 8 મહાનગરો ઉપરાંત 19 નગરોમાં  તારીખ 29મી જાન્યુઆરી થી દરરોજ રાત્રિના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના રાત્રિ કરફયુનો અમલ તા.4થી ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે
-  ભૂપેન્દ્ર પટેલે કોર કમિટિની બેઠકમાં કોરોનાની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા મંત્રીશ્રીઓ અને વરિષ્ઠ સચિવો સાથે હાથ ધરીને અન્ય પણ મહત્વના નિર્ણયો કર્યા છે
- આ નિર્ણયો મુજબ હોટલ-રેસ્ટોરન્સ દ્વારા કરવામાં આવતી હોમ ડીલીવરી હવે 24 કલાક ચાલુ રાખી શકાશે. 
- આ નિયંત્રણો ઉપરાંત અન્ય નિયંત્રણો ના અમલ અંગેનું ગૃહ વિભાગનું જાહેરનામું  આ સાથે સામેલ છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments