Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભુજ અને ગાંધીધામમાં ૩૦મી એપ્રિલ સુધી રાત્રે ૮ થી સવારે ૬ વાગ્યા સુધી કરફયુ

Webdunia
બુધવાર, 7 એપ્રિલ 2021 (19:08 IST)
નોવેલ  કોરાના વાયરસ (COVID-19) કે જેને WHO  ઘ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબંઘમાં કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. ગુજરાત સરકારના તારીખ ૦૬/૦૪/૨૦૨૧ ના હુકમથી રાજયમાં COVID-19 ની અસર કેટલાક શહેરોમાં વઘારે વર્તાઇ રહેલ છે. 
 
આ બાબતની ગંભીરતા ઘ્યાને લેતાં નામદાર ગુજરાત હાઇકોર્ટના સુચનને ઘ્યાને લઇ કોરોનાના સંક્રમણને અટકાવવા તારીખ ૦૭/૦૪/૨૦૨૧ થી ૩૦/૦૪/૨૦૨૧ સુઘી રાજયના ર૦ શહેરોમાં દરરોજ રાત્રીના ૦૮.૦૦ કલાકથી સવારના ૦૬.૦૦ કલાક સુઘી રાત્રિ કરફયુ અમલમાં મુકેલ છે. જેમાં કચ્છ જીલ્લાના ભુજ શહેર અને ગાંઘીઘામ શહેરનો સમાવેશ કરેલ છે.
 
કચ્છ જીલ્લાના ભુજ શહેર અને ગાંઘીઘામ શહેરમાં તારીખ ૦૭/૦૪/૨૦૨૧ થી તારીખ ૩૦/૦૪/૨૦૨૧ સુઘી દરરોજ રાત્રીના ૦૮.૦૦ કલાકથી સવારના ૦૬.૦૦ કલાક સુઘી રાત્રી કફર્યુ રહેશે જેથી આ વિસ્તારના રહેવાસીઓએ પોતાના મકાનની બહાર નીકળવું નહિ તેમજ કોઇ પણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, સોસાયટીઓ તથા જાહેર જગ્યાઓ ઉપર ઉભા રહેવુ નહિ અથવા પગપાળા કે વાહનો મારફતે હરવુ ફરવુ નહિ. સમગ્ર કચ્છ જીલ્લામાં તારીખ ૧૦/૦૪/૨૦૨૧ થી લગ્ન/સત્કાર સમારંભમાં બંઘ કે ખુલ્લી જગ્યામાં ૧૦૦ થી વઘુ વ્યકિતઓ એકઠા કરી શકાશે નહિ. 
 
આ દરમિયાન કોવિડ સંબંઘિત અન્ય માર્ગદર્શક સુચનાઓનું પાલન કરવાનું રહેશે. કફર્યુના સમયના કલાકો દરમ્યાન ભુજ શહેર અને ગાંઘીઘામ શહેરમાં લગ્ન, સત્કાર સમારંભ કે અન્ય કાર્યક્રમો યોજી શકાશે નહિ. સમગ્ર કચ્છ જીલ્લામાં તારીખ ૦૭/૦૪/૨૦૨૧ થી તારીખ ૩૦/૦૪/૨૦૨૧ સુઘી રાજકીય, સામાજીક અને અન્ય મેળવડા ઉપર સંપુર્ણ પ્રતિબંઘ રહેશે. સમગ્ર કચ્છ જીલ્લામાં કોઇપણ Gadhering માં ૫૦ થી વઘુ વ્યકિતઓ એકત્ર થઇ શકશે નહિ. 
 
આ Gadhering દરમિયાન કોવિડ સંબંઘિત અન્ય માર્ગદર્શક સુચનાઓનું પાલન કરવાનું રહેશે. જીલ્લાની ખેત ઉત્પાદન બજાર
 સમિતિઓએ (એ.પી.એમ.સી) પણ કોવિડ-૧૯ અંગેની માર્ગદર્શક સુચનાઓનું પાલન કરવાનું રહેશે. તારીખ ૩૦/૦૪/૨૦૨૧ સુઘી તમામ સરકારી કચેરીઓ તમામ શનિવાર-રવિવારના બંઘ રહેશે. સરકારી કચેરીઓમાં ખુબજ અગત્યની કામગીરી હોય તો જ મુલાકાતીઓને પ્રવેશ આપવાનો રહેશે.
 
આ હુકમ અન્વયે જાહેર ઉપયોગિતા જેવી કે પેટ્રોલિયમ, સીએનજી, એલપીજી, પાણી, સ્વચ્છતા સહિતની સેવાઓ, વીજ ઉત્પાદન અને ટ્રાન્સમીશન એકમ, ટેલી કોમ્યુનીકેશન સર્વિસ, એનઆઇસી, પ્રારંભિક ચેતવણી એજન્સી. પોલીસ, હોમગાર્ડ, મહેસુલી અઘિકારી/કર્મચારી, સીવીલ ડીફેન્સ, ફાયર અને ઈમરજન્સી સેવાઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સંરક્ષણ કેન્દ્રીય શસસ્ત્ર પોલીસ દળ, જેલો અને નગરપાલિકાની આવશ્યક સેવાઓ. જાહેર તથા ખાનગી ક્ષેત્ર સહિતના તમામ તબીબી સેવાઓ તથા ઈ-કોમર્સ દ્વારા, ફાર્માસ્ચુટીકલ હોમ ડિલીવરી. દુઘ વિતરણ, ઈલેક્ટ્રોનિક મિડીયા અને પ્રિન્ટ મિડીયા (માહિતી ખાતા દ્વારા માન્યતા પ્રાપ્ત), ખાનગી સિક્યુરીટી સેવાઓ, આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદન એકમો, ફાર્માસ્યુટીકલ તથા જે ઉત્પાદન એકમોમાં સતત પ્રક્રિયાની જરૂર પડે છે. 
 
રેલવે પર માલસામાનની હેરફેર માટેની પ્રવૃત્તિઓ. રેલવે અને હવાઇ માર્ગ અને એસ.ટી. થી અવરજવર કરનાર મુસાફરોને લેવા તથા મુકવા માટે માન્ય ટિકિટ રજુ કર્યેથી મંજુરી માટે ટેક્ષી તથા રીક્ષા/કેબ સેવાઓ ચાલુ રહેશે. રાત્રિ કર્ફ્યુ દરમિયાન બહારગામથી લાંબી મુસાફરી કરી ભુજ શહેર અથવા ગાંઘીઘામ શહેરમાં આવતા મુસાફરોએ પોતાની પાસે રહેલ ટોલટેક્ષ રીસીપ્ટ અથવા અન્ય પુરાવા રજુ કરવાના રહેશે. 
 
ATM બેન્કિંગ ઓપરેશનના IT વેન્ડરો સહિત ATM વ્યવસ્થાપન અને રોકડ વ્યવસ્થાપન એજન્સીઓ. તમામ પ્રકારના માલસામાનનું પરિવહન સરકારી સેવાઓ માટેની માન્ય પરીક્ષાઓ આપવા જતા પરીક્ષાર્થીઓને પ્રવેશપત્ર/ઓળખપત્રના આઘારે લેવા તથા મુકવા જવા માટેની મંજુરી. ભારત સરકારના તથા ગુજરાત સરકારના વખતો વખતના સુઘારા આદેશોને આઘિન અપવાદો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Russia Ukraine War: રશિયાએ યૂક્રેનને આપ્યો ઝટકો, બ્રિટિશ સ્ટૉર્મ શૈડો' મિસાઈલથી કર્યો અટેક

LIVE: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024ની લાઈવ કોમેન્ટ્રી

Jharkhand Election Result LIVE: ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

Maharashtra Election Results LIVE: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

Adani Bribery case - કોણ છે સાગર અદાણી ? જાણો ગૌતમ અદાણીના ભત્રીજા અને તેમના એનર્જી બિઝનેસ મેનેજમેંટની સંપૂર્ણ સ્ટોરી

આગળનો લેખ
Show comments