Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ અચાનક રદ, હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે

વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ અચાનક રદ  હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે
Webdunia
ગુરુવાર, 26 ઑગસ્ટ 2021 (13:43 IST)
આગામી 5 સપ્ટેમ્બરે PM મોદી ગુજરાત મુલાકાતે આવવાના હતા. પરંતુ, પીએમ મોદીનો આ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. દિલ્હી ખાતે અન્ય કાર્યક્રમ હોવાથી પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. જોકે, પીએમ મોદી વર્ચ્યુઅલ મીડિયાના માધ્યમથી કાર્યક્રમમાં જોડાશે. આ નિમિતે સ્કૂલ ઓફ એક્સીલેન્સ પ્રોજેકટનું વર્ચ્યુઅલી લોકાર્પણ થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગૃહપ્રધાન અમિત શાહ 28 ઓગસ્ટના રોજ બેથી 3 દિવસના પ્રવાસે ગુજરાત આવી રહ્યા છે. ગુજરાત મુલાકાત દરમિયાન અમિત શાહ પોતાના સંસદીય વિસ્તારના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. આ સાથે અમિત શાહ અમદાવાદ, ગાંધીનગરમાં વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરશે. આ ઉપરાંત ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ કલેકટર સાથે પણ બેઠક યોજશે. હાલ તો અમિત શાહના ગુજરાત પ્રવાસને લઇને ભાજપ કાર્યકરો અને સરકારમાં ઉત્સાહનો માહોલ છે. અને,  ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અમિત શાહના આગમનને લઇને તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે. છેલ્લે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રક્ષાબંધનના પર્વ નિમિતે અમદાવાદ આવ્યા હતા. તેમણે રક્ષાબંધન પર્વની પરિવાર સાથે ઉત્સાહભેર ઉજવણી કરી હતી. અમિત શાહ દર રક્ષાબંધનના તહેવારમાં પરિવારને મળવા અમદાવાદ આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mehandi Vidhi- ગુજરાતી લગ્નમાં મહેંદી વિધિ

Tips To Pick Watermelon - દુકાનદાર તરબૂચને હાથથી મારીને કેમ ચેક કરે છે ? જાણો તરબૂચ લાલ અને મીઠુ નીકળે એ માટે શુ ધ્યાન રાખવુ

DIG, IG, SP અને SSP માં સૌથી શક્તિશાળી કોણ છે? પોલીસ અધિકારીઓની ભૂમિકાઓ અને જવાબદારીઓ જાણો

બટર રાઈસ

આ 5 સ્ટેપમાં ઘરે જ બનાવો યાખની ચિકન પુલાવ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

સોનુ સૂદની પત્ની સોનાલી સૂદને મુંબઈ-નાગપુર હાઈવે પર અકસ્માત, ઈજા થઈ હતી

KL Rahul and Athiya Shetty Baby - આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ઘરે આવી નાનકડી પરી, સુનીલ શેટ્ટી બન્યા નાના

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

આગળનો લેખ
Show comments