Webdunia - Bharat's app for daily news and videos

Install App

તળાજામાં માતાની બાજુમાં સૂતેલી 4 વર્ષની દીકરીને દીપડો ઉઠાવી ગયો

Webdunia
બુધવાર, 10 જુલાઈ 2019 (11:54 IST)
તળાજા તાલુકામાં ગોપનાથ નજીક આવેલા જુના રાજપુરા પાસે મોડી રાતે માતાની પાસે સુતેલી ચાર વર્ષની બાળકીને દીપડો ઉઠાવી ગયો હતો. ઘરની થોડી દૂર દીપડાએ દીકરીને ફાળી ખાતા મોત નીપજ્યું છે. વન વિભાગે દીપડાને પકડવા માટે પીંજરા મુક્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે મળતી માહિતી પ્રમાણે જુના રાજપરા ગામનાં અને ઝાંઝમેરની સીમમાં રહેતા લક્ષ્મણભાઇ બાલાભાઈ ભીલ પોતાના પત્ની ચકુબેન અને બાળકો સાથે ખુલ્લા ખેતરમાં આવેલી ઝૂંપડીમાં સુતા હતા. રાતે એક વાગ્યાની આસપાસ દીપડો તેમની ચાર વર્ષની દીકરીને ઉઠાવી ગયો હતો. આ દીકરી વિશ્વા માતા ચકુબેનની બાજુમાં જ સુતી હતી. માતાએ જોયું કે દીપડો તેમની દીકરીને ગળાથી પકડીને લઇ ગયો હતો. તે જોઇને તેમણે ગભરાઇને બૂમ પાડી હતી.જેના કારણે તેમના પરિવારનાં બધા જાગી ગયા. લક્ષ્મણભાઇ જ્યારે દીપડો ગયો તે બાજુ ગયા ત્યારે થોડે જ દૂર તેમને દીકરી લોહીલુહાણ અવસ્થામાં મળી. જોકે આ દીકરીનું થોડી જ વારમાં મોત નીપજ્યું હતું. બાળાને છાતી અને ગાળામાં દીપડાએ હાની પહોંચાડીને લોહીલૂહાણ કરી હતી.બનાવની જાણ થતા તળાજા આર.એફ.ઓ એમ.કે.વાઘેલા, સ્ટાફ સાથે તાત્કાલિક દોડી ગયા હતા. સ્થળ પંચનામા સહિતની કાર્યવાહી કરી સરકારી વળતર ચૂકવવા કાર્યવાહી હાથધરી હતી. અધિકારી વાઘેલા એ જણાવ્યું હતું કે રાતે જ સ્ટાફને બોલાવી માનવ ભક્ષી બનેલ દીપડાને પાંજરે પુરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હિન્દુ એકતા યાત્રા કાઢી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી પર હુમલો... મોબાઈલ ફોન ફેંકવામાં આવ્યો.

IPL Auction: કોણ છે અલ્લાહ ગજાનફર ? 15 વર્ષીય અફગાનિસ્તાની બોલર પર MI એ ખર્ચ કર્યા 4.80 કરોડ, જાણો કરિયર

Sambhal Violence,સંભલ હિંસાને લઈને મોટો ખુલાસો, સૂત્રોએ જણાવ્યુ - તુર્ક VS પઠાનની લડાઈમાં ભડકી બવાલ, 4 ના મોત

IPL 2025 Auction: કરોડપતિ બનતા જ વિવાદોમાં વૈભવ સૂર્યવંશી, વય પર ઉઠ્યા સવાલ, પિતા બોલ્યા કોઈનાથી નથી ગભરાતા

26/11 Mumbai Attack મુંબઇના ઇતિહાસનો કાળો ઇતિહાસ, જાણો આજે 16 વર્ષ પહેલાં શું થયું

આગળનો લેખ
Show comments