Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના ૧૫૦૦ કોંગ્રેસી કાર્યકરો 'બંધારણ બચાવો' રેલીમાં જોડાશે

Webdunia
શુક્રવાર, 27 એપ્રિલ 2018 (16:38 IST)
ગુજરાત પ્રદેશમાં  કદ પ્રમાણે વેતરવા અને યુવાનોને મહત્વની જવાબદારી માટે હાઈકમાન્ડે તૈયારી કરી છે. ત્યારે ઘણાએ જુથવાદ માટે પણ ખભ્ભા ઉંચકયાના નિર્દેશો  વચ્ચે હવે જુથવાદની સાથોસાથ સીનીયર અને જૂનીયરની લડાઈએ દેખા દીધાના અહેવાલો મળે છે ત્યારે ૨૯મીએ દિલ્હીમાં કોંગ્રેસની બંધારણ બચાવો રેલીમાં ગુજરાતમાંથી ટોચના આગેવાનો સાથે ૧૨૦૦થી ૧૫૦૦ કાર્યકરો જોડાશે અને ૩૦મીએ આંતરીક સ્પર્ધા અને સંગઠનમાં સમાવવા માટેનો મોરચો દિલ્હીમાં મંડાશે તેવું જાણવા મળ્યું છે.

ગુજરાતના ટોચના નેતાઓએ આજથી જ દિલ્હી તરફ પ્રયાણ  આરંભી દીધુ છે. અમદાવાદથી ૮૦થી વધુ લકઝરી બસોમાં તથા વિમાન-ટ્રેન દ્વારા આગેવાનો તથા કાર્યકરો ૨૮મીએ દિલ્હી જશે. ૨૯મીની બંધારણ બચાવો રેલીમાં દિલ્હી જવા સાથોસાથ ગુજરાતની જુથબંધી, આંતરીક ખેંચતાણ તથા હાલમાં નવા મોરચા સ્વરૂપે સીનીયર-જૂનીયર વચ્ચેની લડાઈની ગરમી ૩૦મીએ દિલ્હીમાં નજરે પડે તેવા નિર્દેશો પણ મળે છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ કનિદૈ લાકિઅ સ્પષ્ટપણે જાહેર કરી ચુકી છે કે મે માસના અંતમાં પ્રદેશ સમિતિ, શહેર-જિલ્લા સમિતિ, તાલુકા કોંગ્રેસ સમિતિ, તમામ સેલ તથા પેટા સમિતિઓમાં ધરખમ ફેરફારો કરશે. પ્રદેશ સમિતિથી માંડીને તાલુકા સમિતિઓમાં પોતાના જુથના તથા પોતાના અંગત વફાદારોને ગોઠવવા માટે કોંગ્રેસમાં જબરી ખેંચતાણ શરૂ  થઈ ગઈ છે. ગઇકાલે રાજયોના ઝોન પ્રભારીઓ જીલ્લા નિરીક્ષકો તથા જનમિત્ર કો. ઓર્ડીનેટરમાં નિમણુંકો થઇ તેમાં પણ ચોકકસ જુથ મેદાન મારી ગયાનું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું હતું. ગઇકાલની નિમણુંકોમાં એક ચોકકસ જુથની રીતસરની બાદબાકી થયાનું અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના જુથનો દબદબો રહ્યાની બુમો ત્થા નારાજગી બહાર આવી છે. પ્રદેશ, શહેર-જીલ્લા સંગઠનમાં સમાવેશ માટે ચોતરફથી લોબીંગ શરૂ થયું છે ત્યારે ર૯મીએ દિલ્હીમાં રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળની બંધારણ બચાવો રેલીના સમાપન બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગુજરાતના વરીષ્ઠ આગેવાન અહેમદભાઇ પટેલ સમક્ષ રજુઆતો, તથા ભલામણોનો દોર શરૂ થશે તે નિશ્ચિત છે. ૩૦મીએ રાહુલ ગાંધીને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા વિરોધ પક્ષના નેતા પ્રદેશ ધાનાણી મળશે અને સંગઠનના ફેરફારો ઉપરાંત ગુજરાતમાં ભાજપ સરકાર સામે મજબૂત લડાઇ આપવા માટે વાતચીત કરશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હિતેન કુમાર અને કાજલ ઓઝા વૈદ્ય દ્વારા અભિનિત ગુજરાતી ફિલ્મ ‘તારો થયો 17 જાન્યુઆરીએ રીલિઝ થશે

Baidyanath Jyotirlinga Temple- વૈદ્યનાથ જ્યોતિર્લિંગ

ગુજરાતી જોક્સ - લંડનમાં કામ કરે છે

ગુજરાતી જોક્સ - સારું ભોજન મળશે

ગુજરાતી જોક્સ - કંજૂસ મિત્રો

વધુ જુઓ..

નવીનતમ

Chicken curry - સ્વાદિષ્ટ ચિકન કરી બનાવવાની સરળ રીત, સ્વાદ એવો છે કે તમે તેને ખાવા લલચાશો.

Rum Cake Recipe - રમ કેક રેસીપી

National Mathematics Day 2024 : ગણિત દિવસ 22 ડિસેમ્બરે કેમ ઉજવવામાં આવે છે?

Dehydration Symptoms - શું તમે પણ શિયાળામાં પાણી ઓછું પીવો છો ? આ 5 લક્ષણ બતાવી દેશે શરીરમાં થઈ રહી છે પાણીની કમી

શિયાળામાં આ ઉંમરના લોકોએ રહેવું સાવધ, નહિ તો બની જશો હાર્ટ એટેકનાં શિકાર, જાણો કેવી રીતે પોતાની બચવું

આગળનો લેખ
Show comments