Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારત બંધ વખતની ઘટના, મહિલા PSIને બચકું ભરનારા કોર્પોરેટર રાજશ્રી કેસરીની ધરપકડ

Webdunia
શનિવાર, 7 એપ્રિલ 2018 (14:54 IST)
મહિલા PSI અને કોન્સ્ટેબલને બચકું ભરવાના આરોપમાં ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રી કેસરીની ધરપકડ કરાઈ છે. 2જી એપ્રિલના રોજ અપાયેલા ભારત બંધના એલાન વખતે અમદાવાદમાં થયેલા તોફાનોમાં આ ઘટના બની હતી. તેમની સામે 2 એપ્રિલના રોજ FIR દાખલ કરવામાં આવી હતી, જે સંદર્ભે ચાંદખેડા પોલીસે તેમની આજે ધરપકડ કરી હતી. ચાંદખેડામાં સાત જેટલી મહિલાઓએ પોલીસને બચકાં ભરતા તેમને 108માં સારવાર આપવી પડી હતી.રાજશ્રી કેસરી સાથે તેમની માતાનું નામ પણ આ એફઆઈઆરમાં સામેલ હતું. તેમના પર મહિલા પોલીસ સબ-ઈન્સ્પેક્ટર  ચૌધરી પર હુમલો કરવાનો આોપ છે. મહિલા કોર્પોરેટરે રાજશ્રી કેસરીએ પોતાને ડિટેઈન કરી રહેલા સબ-ઈન્સ્પેક્ટર અને બે મહિલા કોન્સ્ટેબલોને બચકાં ભર્યાં હતાં. ભારત બંધ દરમિયાન ચાંદખેડામાં ચાલી રહેલા દેખાવો દરમિયાન આ ઘટના બની હતી.સુપ્રીમ કોર્ટ દ્વારા એટ્રોસિટી એક્ટ અંગે કરાયેલી ટિપ્પણીના વિરોધમાં દલિત સંગઠનો દ્વારા સોમવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન પહેલી વાર તોફાનીઓ પોલીસને બચકાં ભરી નાસી છૂટ્યા હોવાની ઘટના પણ અમદાવાદમાં નોંધાઈ હતી. અમદાવાદના કેટલાક સ્થળોએ તોફાનોના લાભ લઈ છાટકા બનેલા તોફાનીઓ પોલીસને બચકાં ભરી ભાગી ગયા હતા. સારંગપુરમાં પણ પોલીસને બચકા ભરવામાં આવ્યા હોવાની ઘટના બની હતી. દુકાનોમાં લૂંટ કરી ભાગતા એક યુવકે પણ પોલીસને બચકું ભર્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રાજકારણ શું છે

ગુજરાતી જોક્સ -બાળપણ

ગુજરાતી જોક્સ - ગામમાં રિવાજ

માત્ર એક રૂપિયામાં અહી મળે છે VIP રૂમ, સુવિદ્યા એવી કે ફેલ થઈ જશે મોટા-મોટા હોટલ

કિન્નર અખાડાના મહામંડલેશ્વર બન્યા મમતા કુલકર્ણી, આંખોમાં આંસુ આવી ગયા...દૂધથી કર્યો અભિષેક

વધુ જુઓ..

નવીનતમ

Vasant Panchmi Recipe- બંગાળી ખીર bengali kheer recipe

Guillain-Barre syndrome : પુનામાં ફેલાય રહેલી ભયાનક બીમારી ગુઈલેન-બૈરે સિંડ્રોમ શુ છે ? જાણો તેના લક્ષણ અને બચાવના ઉપાયો

શાકભાજીની તીખાશ આ 5 વસ્તુઓથી ઘટાડી શકાય છે, અજમાવી જુઓ.

જો તમને પીઠનો દુખાવો હોય તો તમારે આ કસરત ન કરવી જોઈએ.

Republic Day parade- પ્રજાસત્તાક દિવસની પ્રથમ પરેડ 3 હજાર સૈનિકો, ક્યાં યોજાઈ હતી પહેલી પરેડ

આગળનો લેખ
Show comments