Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરામાં સ્કૂલવાન અને કાર વચ્ચે ગંભીર અકસ્માતમાં 5 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

Webdunia
ગુરુવાર, 15 માર્ચ 2018 (12:26 IST)
વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પર આવેલા દિવાળીપુરા ચાર રસ્તા પાસે  સવારે સ્કૂલવાન અને હોન્ડા સિટી કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ જેટલા સ્ટુ઼ડન્ટ ઇજાગ્રસ્ત થયા છે. જેઓને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરની શબરી સ્કૂલની વાન વહેલી સવારે સ્ટુડન્ટને લઇને સ્કૂલ તરફ જઇ રહી હતી. સ્કૂલવાન જ્યારે ઓલ્ડ પાદરા રોડ પર આવેલા દિવાળીપુરા ચાર રસ્તા પાસે પહોંચી ત્યારે હોન્ડા સિટી કાર સાથે તેનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સ્કૂલવાનમાં બેઠેલા પાંચ જેટલા સ્ટુડન્ટ ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તુરંત 108ને જાણ કરવામાં આવી હતી. અને 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત સ્ટુડન્ટ્સને ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેઓની સારવાર ચાલી રહી છે.
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments